કેશોદ બસ સ્ટેન્ડમાં જીલ્લા કકલેકટરની આકસ્મિક મુલાકાત સુવિધાઓ ઉપલબ્ધ કરવા સુચન કર્યા - At This Time

કેશોદ બસ સ્ટેન્ડમાં જીલ્લા કકલેકટરની આકસ્મિક મુલાકાત સુવિધાઓ ઉપલબ્ધ કરવા સુચન કર્યા


કેશોદ બસ સ્ટેન્ડમાં જીલ્લા કકલેકટરની આકસ્મિક મુલાકાત સુવિધાઓ ઉપલબ્ધ કરવા સુચન કર્યા

જીલ્લા કલેકટર દ્વારા કેશોદમાં વિવિધ કચેરીઓમાં આકસ્મિક મુલાકાત કરી વિવિધ યોજનાઓની  કામગીરીઓની સમીક્ષા કરી હતી જેમાં કેશોદ નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી, ચાર ચોકમાં અંડરબ્રીજ કામગીરી સમિક્ષા કરી હતી સબ રજીસ્ટ્રાર કચેરી તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી રજુ થયેલ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ સંકલન સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓ કામો બાબતે સમીક્ષા કરી હતી

જીલ્લા કલેકટરની આકસ્મિક મુલાકાતમાં બસ સ્ટેન્ડમાં પાસ રીઝર્વેશન કર્મચારીઓની કામગીરી થતી કામગીરીની વિગત ચૌશાલયમાં વસુલાતો ચાર્જ પાર્કીંગ એલઈડી ટીવી સીસીટીવી કેમેરા સહીતની સમીક્ષા કરી હતી જેમાં ચૌશાલયમાં વસુલવામાં આવતા સર્વિસ ચાર્જ બોર્ડ લગાવવું પાર્કિંગ ચાર્જ વસુલાતનુ બોર્ડ લગાવવું ઘોડીયા ઘરની વ્યવસ્થા કરાવવી જેથી બાળકો વાળી મહીલાઓ બાળકોને સ્તનપાન કરાવી શકે ફોર વ્હીલ પાર્કિંગની સુવિધા ન હોય યોગ્ય જગ્યાએ ફોર વ્હીલ પાર્કિંગ સુવિધા ઉભી કરી કોન્ટ્રાક્ટ આપવાની વ્યવસ્થા કરવી જેથી એસટી નિગમને આવક થઈ શકે ડેપોમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય જેને ચાલુ કરાવવા ડેપોમાં એલઈડી સ્ક્રીનમાં સ્પષ્ટ દેખાતુ ન હોય તે યોગ્ય કરવા સહીતના સુચન કર્યા હોવાનુ જાણવા મળ્યુછે 

અત્રે ઉલ્લેખનીય છે અગાઉ વાહન પાર્કિંગ બાબતે અનેક વખત ચાર્જ બાબતે લોકો સાથે રકજકના બનાવો બન્યા હતા સાયકલ સ્કુટર પાર્કિંગ સુવિધા હોય જેનો ચાર્જ વસુલવા માટેનો બોર્ડ લગાવવામાં આવે તેમજ ચૌશાલય આજુબાજુમાં સ્વચ્છતા વસુલાતા ચાર્જ બાબતે લોકોમાં અસંતોષ બસ સ્ટેન્ડમાં માવા ગુટખાના વેચાણ બાબતે અગાઉ સમાચાર પત્રોમાં લોકોના પ્રશ્નોને વાચા આપતા અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ હતા ત્યારે જીલ્લા કલેકટરની આકસ્મિક મુલાકાત દરમિયાન ડેપોને જે સુચનો મળ્યા તેની અમલવારી કરવામાં આવશે કે કેમ તે આવનારો સમય બતાવશે


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.