દામનગર પંથક નું ગૌરવ ભૌતિક રમેશભાઈ નારોલા એ BAPS સંસ્થા માં ત્યાગાશ્રમ સ્વીકાર્યો. ગોંડલ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પાવન નિશ્રા માં "શ્રીવશિષ્ઠ ભગત" ને પાર્ષદી અર્પણ - At This Time

દામનગર પંથક નું ગૌરવ ભૌતિક રમેશભાઈ નારોલા એ BAPS સંસ્થા માં ત્યાગાશ્રમ સ્વીકાર્યો. ગોંડલ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પાવન નિશ્રા માં “શ્રીવશિષ્ઠ ભગત” ને પાર્ષદી અર્પણ


દામનગર પંથક નું ગૌરવ ભૌતિક રમેશભાઈ નારોલા એ BAPS સંસ્થા માં ત્યાગાશ્રમ સ્વીકાર્યો.

ગોંડલ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પાવન નિશ્રા માં "શ્રીવશિષ્ઠ ભગત" ને પાર્ષદી અર્પણ

દામનગર બી એ પી એસ સંસ્થા ના આશ્રિત સત્સંગી પરિવાર રામજીભાઈ મનજીભાઈ નારોલા ના પૌત્ર રત્ન ભૌતિકભાઈ રમેશભાઈ નારોલા એ ત્યાગાશ્રમ સ્વીકાર્યો બી એ પી એસ સંસ્થાન ના પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પાવન નિશ્રા માં ગોંડલ અક્ષર મંદિર પરિસર ખાતે ૬૫૦ જેટલા સંતો ની ઉપસ્થિતિ માં પાર્ષદી દીક્ષા અર્પણ કરાય હજારો સતસંગી ની ઉપસ્થિતિ માં પૂજ્ય સંતો ની નિશ્રા માં પાર્ષદી દીક્ષા અંગીકાર કરાય વામવયે થી વિદ્યાભ્યાસ માં તેજસ્વી ભૌતિક નારોલા સંતો નું સાનિધ્ય સદશાસ્ત્ર અધ્યન મનન અને ધર્મધ્યાન ત્યાગ વૈરાગ્ય ના ચાહક રહ્યા છે ભૌતિકભાઈ રમેશભાઈ નારોલા એ પરિવારજનો અને અસંખ્ય વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં ગોંડલ મુકામે બી એ પી એસ સંસ્થાન ના મોભી પૂજ્ય મહંત સ્વામીજી એ પાર્ષદી દિક્ષા અર્પિ હવે થી "શ્રી વશિષ્ઠ ભગત" તરીકે અલંકૃત ભૌતિક નારોલા સમસ્ત નારોલા કુટુંબ જ નહીં પણ સમગ્ર પંથક નું નામ રોશન કર્યું છે
હિન્દૂ ધર્મ સંસ્કૃતિ સાથે સેવા સદગુણો ના મેનેજમેન્ટ માં અગ્રેસર એજ્યુકેશન અને ગ્રેજ્યુટ સંતો ની વૈશ્વિક ફલક ઉપર સેવા નો પર્યાય એવી સંસ્થાન બી એ પી એસ માં દીક્ષા અંગીકાર કરતા સમગ્ર પંથક માં ગૌરવ માં લાગણી વ્યાપી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.