બોટાદના પાટી ગામ ખાતે આત્મા વિભાગ દ્વારા ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે કિસાન ગોષ્ઠી અને તાલીમ યોજાઈ - At This Time

બોટાદના પાટી ગામ ખાતે આત્મા વિભાગ દ્વારા ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે કિસાન ગોષ્ઠી અને તાલીમ યોજાઈ


બોટાદના પાટી ગામ ખાતે આત્મા વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે કિસાન ગોષ્ઠી તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં APMCના ચેરમેન મનહરભાઇ માતરિયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહ્વાન કર્યું હતું. તેમજ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ APMC, બોટાદ ખાતે વેચાણ માટે આવી શકે છે તે માટે જાણકારી આપી હતી. મદદનીશ ખેતી નિયામક (ગુ.ની) શ્રી કે. બી. રમણાએ પ્રાકૃતિક કૃષિના મૂળભૂત અને પાયાના સિદ્ધાંતો વિષે માર્ગદર્શન આપ્યું હતું, અને ડીપીડી-આત્મા શ્રી જે. એચ. કાહોદરિયાએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે આત્મા દ્વારા કરવામાં આવતી વેચાણ વ્યવસ્થા બાબતે જાણકારી આપી હતી તેમજ બાગાયત અને પશુપાલન ખાતા દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી તથા નિંગાળા ગામના ખેડૂત ગોવિંદભાઇ ગોટી દ્વારા પોતાની ખારેકની ખેતી અને માર્કેટિંગ બાબતે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં મદદનીશ ખેતી નિયામક (જી. પંચાયત) શ્રી આર. એફ. વાળા, બાગાયત મદદનીશ મહેન્દ્રસિંહ રાઠોડ, બીટીએમ-આત્મા રોનકભાઈ જાંબુકીયા, એટીએમ-આત્મા શ્રી નટુભાઇ અને પ્રજ્ઞેશભાઈ પટેલ, ગ્રામ સેવકશ્રી (ખેતી) તથા પાટી ગામના સૌ ખેડૂત મિત્રો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પાટી ગામના સુરેશભાઇ સાનિયા, ધીરુભાઈ પાલડિયા તેમજ ગામના અન્ય આગેવાનોએ સહકાર આપ્યો હતો અને સૌએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પ લીધો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.