બનેવીના પ્રેમમાં ગળાડૂબ સગીર સાળીએ આપઘાત કરી લીધો
પરિવારની ’હા’ પણ જીજાજીની ’ના’ આવતા બનેવીના પ્રેમમાં ગળાડૂબ સગીર સાળીએ આપઘાત કરી લીધો હતો. બજરંગવાડી વિસ્તારની આ ઘટનામાં મોટી બહેનના પતિ સાથે આંખ મળતા સંબંધ અંગે પરિવારને જાણ થઈ ગઈ, કાચી ઉંમરની દીકરીની જીદ્દ સામે પરિવાર બીજી દીકરી તે જ ઘરમાં દેવા રાજી હતો. લગ્ન વ્યવસ્થાથી વિપરીત આ સંબંધ માટે બધાની સહમતી હતી પણ, સમાજના ડરે બનેવી અને તેના પિતાએ નકારમાં માથું ધુણાવતા કુમળી ઉંમરે ઝેરી દવા પી ભારતીએ મોત વ્હાલું કર્યું હતું.
બનાવની વિગત મુજબ શહેરનાં બજરંગવાડી પાસે ઝૂપડામાં રહેતી ભારતી શૈલેષભાઈ વાઘેલા (ઉ.વ.15) નામની સગીરાએ આજે વહેલી સવારે પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તાકિદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. સગીરાની બહેનનાં સાવરકુંડલામાં થયેલ હોય. સગીરાને તેમનાં સગા બનેવી સાથે છએક મહીનાથી પ્રેમ સબંધ હતો. જેની જાણ પરિવારજનોને થતાં સગીરાના બનેવીના પિતાએ અને તેનાં બનેવીએ લગ્ન કરવાની ના કહેતાં જેનું સગીરાને લાગી આવતાં ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. મૃતક ચાર બહેન અને બે ભાઈમાં વચેટ હતી. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં તુરંત દોડી ગઈ હતી. અને સગીરાએ કરેલ આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.