જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ પાસા ધારા હેઠળ એકી સાથે પાચ આરોપીને જેલના હવાલે કર્યા* - At This Time

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ પાસા ધારા હેઠળ એકી સાથે પાચ આરોપીને જેલના હવાલે કર્યા*


*જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ પાસા ધારા હેઠળ એકી સાથે પાચ આરોપીને જેલના હવાલે કર્યા*
-----------------------------------------
*જાહેર સુલેહશાંતી ભંગ કરે તેવા કારણો જણાતા પાંચેયની બુટલેગર કેટેગરીમાં અટકાયત કરવામાં આવી*
-----------------------------------------

ગીર સોમનાથ, ૧૯ ડીસેમ્બર: જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ઉના તાલુકાના સનખડા ગામના રહેવાસી જયેશ ઉર્ફે નાગણી લખમણભાઈ વાઘેલા, જયદીપભાઈ જીતુભાઈ ગોહિલ, હરદીપભાઈ ઉર્ફે ચેતનભાઈ જીતુભાઈ ગોહિલ,નીરવસિંહ વિશાભાઈ ગોહિલ, ભગુભાઈ જોધુભાઈ ગોહિલ નામના ઈશામો દ્વારા તેઓના સહઆરોપી જશુભાઈ દડુભાઈ ગોહિલ, માનભાઈ ભીખુભાઈ ભાલીયા અને સતુભા કાળુભા ગોહિલ સાથે મળીને ભારતીય બનાવટી દારૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં કિ.રૂ.૧૭,૮૦,૮૦૦/- પ્રોહીબીશનનો મુદ્દામાલને હેરફેર કરવાની પ્રવૃતિમાં પકડાયેલા. જે અંગેની ઉના પો. સ્ટે.માં ગુન્હા રજી નં.૧૧૧૮૬૦૦૮૨૪૧૫ ૬૭,તા.૧૪/૦૯/૨૦૨૪ થી એફ.આઇ.આર. પણ નોંધાયેલ હતી.

આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તા.૧૯/૧૨/૨૦૨૪ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા તમામ આરોપીને રાજ્યની અલગ અલગ જેલના હવાલે કરવામાં આવેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.