ભણવા સાથે ખેતીકામ કરતા ૩૫૦ વિદ્યાર્થીને આંત્રપ્રિન્યોર બનવામાં રસ - At This Time

ભણવા સાથે ખેતીકામ કરતા ૩૫૦ વિદ્યાર્થીને આંત્રપ્રિન્યોર બનવામાં રસ


અમદાવાદ,શિક્ષણ વિભાગ
દ્વારા આજે ગુજરાત યુનિ.ખાતે  ફ્યુચર એગ્રિ
આંત્રપ્રિન્યોર્સ વર્કશોપ યોજવામા આવ્યો હતો.જેમાં રાજ્યની સરકારી વોકેશનલ કોલેજો
અને ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને બોલાવવામા આવ્યા હતા અને ૪૦૦થી વધુ
વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.જેમાંથી ૯૦ ટકા વિદ્યાર્થી પોતાના પરિવારના
ખેતીકામ સાથે જોડાયેલા છે અને ભણવા સાથે ખેતીકામ કરે છે.આ વિદ્યાર્થીઓએ ખેતી
ક્ષેત્રના વિવિધ ઉદ્યોગ કરીને આંત્રપ્રિન્યોર બનવા રસ દાખવ્યો હતો.ગુજરાત યુનિ.સેનેટ
હોલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમવાર એગ્રિ આંત્રપ્રિન્યોર વર્કશોપ યોજાયો હતો.જેમાં
કૃષિ અને ગૃહ ઉદ્યોગના ૧૯ નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને ખેતી આધારિત ઉદ્યોગ કઈ રીતે કરી
શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.જેમાં વપરાયેલા ફૂલોમાંથી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ,  ટિસ્યુકલ્ચર આધારિત ખેતી,
ઓર્ગેનિક ખેતી, વાંસની પ્રોડ્કટ, મધમાખીની ખેતી, માટી વગરની ખેતી અને ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના
ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને એકસપર્ટ લેક્ચર આપવામા આવ્યા હતા.આ અંગે ઉચ્ચ શિક્ષણના સંયુક્ત
કમિશનર નારાયણ માધુએ જણાવ્યું હતું કે રાજયની ૧૦૦થી વધુ સરકારી કોલેજો અને ૧૪ ગ્રામવિદ્યાપીઠોના
વિદ્યાર્થીઓનું એગ્રિ આંત્રપ્રિન્યોર વર્કશોપ માટે રજિસ્ટ્રેશન કરવામા આવ્યુ હતું.ડાંગ સહિતના
અંતરિયાળ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
હતો. વિદ્યાર્થીઓને પુછવામા આવેલા પ્રશ્નોના આધારે ૯૦ ટકા વિદ્યાર્થીઓ ગામોમાં
ખેતીવાડી ધરાવે છે અને ભણવા સાથે ખેતીકામમાં જોડાયેલા છે.આ વિદ્યાર્થીઓએ નવી
ટેકનોલોજી સાથે એગ્રિ બિઝનેસ કરવા માટે રસ દાખવ્યો હતો.આ વર્કશોપ બાદ હવે
વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં જઈને સ્ટાર્ટઅપમાં જોડાઈ શકશે અને યુનિ.ઓના સ્ટાર્ટઅપ
સેન્ટરમાં પણ જોડાઈ શકે છે. સરકારની સ્ટાર્ટઅપ ગ્રાન્ટ હેઠળ આ વિદ્યાર્થીઓને
એગ્રિબિઝનેસ માટે નાણાકીય સહાય મળશે. 

        


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.