સુરત વિવિધ 7 જગ્યા એ નીકળી જગન્નાથ રથયાત્રા મોટી સંખ્યા માં દર્શન કરવા ઉમટી પડયા ભક્તો - At This Time

સુરત વિવિધ 7 જગ્યા એ નીકળી જગન્નાથ રથયાત્રા મોટી સંખ્યા માં દર્શન કરવા ઉમટી પડયા ભક્તો


સુરત 7 જુલાઈ અષાઢી બીજના દિવસે સુરતમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે નિકળ્યા હતા. શહેરમાં વિવિધ 7 સ્થળોએથી રથયાત્રા નિકળી હતી. ઇસ્કોન મંદિર જહાંગીરપુરાથી શહેરની સૌથી લાંબી 15 કિલોમીટરની યાત્રા બપોરે 3 કલાકે સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી.
સુરતમાં જય જગન્નાથના નાદ ગુંજી ઉઠ્યા છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે. સુરતમાં વરાછા, જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી જ્યારે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા મીની બજારથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


7405225531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.