માનસિક ત્રાસ: મહુવા તાલુકાના આંગણકા-ખડસલીયા સહકારી મંડળીના મંત્રીના આપઘાતમાં ચાર શખ્સો સામે રાવ
માનસિક ત્રાસ: મહુવા તાલુકાના આંગણકા-ખડસલીયા સહકારી મંડળીના મંત્રીના આપઘાતમાં ચાર શખ્સો સામે રાવ
• બે શખ્સોએ ગેરકાયદે બોજા મુક્તિના દાખલા કઢાવી હત્યાની ધમકી આપી હતી
• ભાદ્રોડ શાખાના બેન્કના મેનેજરે રૂા. 7.50 લાખ પડાવી લઇ માનસિક ત્રાસ આપ્યો
મહુવા તાલુકાના આંગણકા-ખડસલીયા સહકારી મંડળીના મંત્રી પાસે આંગણકા-ખડસલીયાના બે શખ્સોએ ગેરકાયદે બોજા મુક્તિના દાખલા કઢાવી હત્યાની ધમકી આપી તેમજ ભાદ્રોડ શાખાના બેન્કના મેનેજરે મંત્રી પાસેથી રૂા. 7.50 લાખ પડાવી માનસિક ત્રાસ આપતા સહકરી મંડળીના મંત્રીએ ઘરે એસીડ પી આપાઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
મહુવા ખાતે રહેતા ભાવેશકુમાર કનૈયાલાલ ભટ્ટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઇ જીતેશભાઇ ઉર્ફે જીતુભાઇ કનેયાલાલ ભટ્ટ (ઉ.વ.53) જે આંગણકા- ખડસલીયા સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન ગત 2023ના વર્ષમાં આંગણકા-ખડસલીયા ગામે રહેતા બે શખ્સો પૈકી હમીર કાનાભાઇ ભાલીયાએ તેની માતાના નામનો બોજા મુક્તિનો દાખલો અને નરેશ ભાલિયાએ અન્ય ખેડુતોના પૈસા ચુકવ્યા વગર બોજા મુક્તિના દાખલા કઢાવ્યા હતા જેના પૈસા માંગતા હમીર કાનાભાઇ ભાલિયાએ જીતુભાઇને પેટ્રોલ છાંટી હત્યા કરી નાંખવાની ધમકી આપી હતી.
ઉપરાંત ભાદ્રોડ શાખાના ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેન્કના જે તે સમયના મેનેજર કમલેશ કળસરિયાએ પણમંડળીના ખેડુતોના પૈસા લઇ બોજા મુક્તિના દાખલામાં સહી કરી હતી અને કમલેશની દિકરીને વિદેશ જવુ હોય તે બાબતે જીતુભાઇ પાસેથી રૂા. 7.50 લાખ પડાવી લઇ પરત દેવાનું કહેતા માનસિક ત્રાસ આપ્યો અને અન્ય એક કર્મચારીના ત્રાસથી ગત તા. 18-8-23ના રોજ જીતુભાઇએ એસિડ પી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી હતી જે બનાવમાં હમીર કાનાભાઇ ભાલિયા, નરેશ ભાલિયા, કમલેશ કળસરિયા, તેમજ બેન્કના એક કર્મચારી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ મહુવા ટાઉનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
એક વર્ષ બાદ મૃતકે લખેલી ચીઠ્ઠી મંદિરમાંથી નિકળી
આંગણકા-ખડસલીયા ગામે સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા જીતેશભાઇ ઉર્ફે જીતુભાઇએ ચાર શખ્સોએ આપેલ માનસિક ત્રાસથી કંટાળિ જઇ આપઘાત કરી લીધો હતો જે બનાવના એક વર્ષ વિત્યા બાદ પરિવારના સભ્યોને મંદિરમાંથી ચિઠ્ઠી મળી હતી જેમાં ચારેય શખ્સો ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો હોય જે આધારે ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
