સેટેલાઇટ ચોકમાં પાંચ મહિના પહેલાં જ પરણેલી 25 વર્ષીય નવોઢાએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું - At This Time

સેટેલાઇટ ચોકમાં પાંચ મહિના પહેલાં જ પરણેલી 25 વર્ષીય નવોઢાએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું


મોરબી રોડ, સેટેલાઈટ ચોક, આસ્થા વેંટીલા સોસાયટીમાં રહેતા ચાંદનીબેન જયદીપભાઇ વાજા નામના 25 વર્ષીય પરણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેણીને પરિવારજનો દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ચાંદનીબેને ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પરિવારને જાણ ન હોવાથી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાના લગ્ન પાંચ માસ પૂર્વે થયાં હતા અને પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મૃતક ત્રણ બહેન બે ભાઇમાં મોટાં છે.બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.