ભારતીય મજદુર સંધના ૭૦માં સ્થાપના દિવસ નીમીતે બોટાદ જીલ્લા્ મજદુર સંધ ધ્વારા બોટાદ જીલ્લાના વિવિધ ગામોમાં બીએમએસ નો ધ્વેજ લહેરાવીને ઉજવણી કરવામાં આવી
ભારતીય મઝદુર સંધની સ્થાાપના ૨૩ જુલાઇ ૧૯૫૫ ના રોજ માન.દતોપંત ઠેંગડીજી ધ્વારા કરવામાં આવેલ. અને આજે દેશના ર૭ થી વધારે પ્રાંતમાં ર કરોડથી વધારે સભ્ય સંખ્યા સાથે દેશના પ્રથમ નંબરના શ્રમિક સંગઠન તરીકે કામ કરી રહેલ છે. અને આ સંગઠનની સ્થાપના ના ૭૦માં વર્ષની ઉજવણી રૂપે ભા.મ.સંધ ધ્વારા તા.૨૩ જુલાઇ ૨૦૨૪ થી ૩૧જુલાઇ ૨૦૨૪ સુધીમાં ભારત દેશના દરેક ગામમાં ધ્વજ લહેરાવવા તથા દરેક ગ્રામ્ય વિસ્તારમા સુધી બી.એમ.એસની ૬૯ વર્ષની કામગીરી તથા આગામી સમયમાં કરવામાં આવનાર પ્રવૃતિઓની વિગતો દરેક શ્રમિક સુધી પહોંચાડવા તેમજ શ્રમિકોને લગતી જુદી જુદી સરકારી યોજનાઓની જાણકારી તેમજ તેનો લાભ મેળવવા શુ કરવુ જેવી માહીતી આપવાના નિર્ણય સાથે બોટાદ જીલ્લામાં જુદા જુદા ગામોમાં ધ્વજ વંદન કરવામાં આવેલ.
આ કાર્યક્રમની શરૂઆત બોટાદ એસ.ટી.ડેપો ખાતે ધ્વજ વંદન કરીને કરવામાં આવેલ. અને બી.એમ.એસના કાર્યકર્તાઓ ધ્વારા ડેપો ખાતે હાજર મુસાફરો તથા વિધાર્થીઓને બીએમએસના વિગતોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ભારતીય મજદુર સંધના ગુજરાત પ્રદેશ મંત્રી, સમીરભાઇ એચ.જોશી ઉપસ્થિત રહેલ. તેમજ બોટાદ જીલ્લા મજદુર સંધના જીલ્લા અધ્યક્ષ શ્રી રાજુભાઇ ડેરૈયા ઉદયરાજ ખાચર,અલ્કે શભાઇ જોશી, દિપકભાઇ ડાભી(મધ્યાન ભોજન), સાજીદભાઇ જોખીયા(ડેપો મેનેજર), દીગુભા ઝાલા, બરવાળા, કનકબેન સાપરા, અરૂણભાઇ શુકલ, નરગીસબેન વી. હાજર રહેલ. તેમજ ગ્રામ્ય કક્ષાની કામગીરીમાં મહાવીરભાઇ ખાચર, આશીશભાઇ ગોંડલીયા, જયદીપભાઇ બાવળીયા વગેરેએ હાજરી આપેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.