વિરપુર ખાતે ૩૦ સીસીટીવી કેમેરા થકી ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રખાશે…
વિરપુર નગરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા..
મહિસાગર જીલ્લાના વિરપુર નગરમાં પાછલા કેટલાક સમયમાં અનેક મકાનોનાં, દુકાનોના, બેન્કોના તાળા તૂટવાની ઘટના બની હતી વિરપુર નગરમાં સીસીટીવી કેમેરાના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળતું હતુ આથી વિરપુરના અલગ અલગ વિસ્તારોમાં રૂ.૫ લાખના ખર્ચે પ્રથમવાર સીસીટીવી કેમેરા લગાવાતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે વિરપુર નગર સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળુ નગર બન્યું છે અહીં ગુનાખોરીને ડામવા માટે નગરના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર ૩૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સીસીટીવી પ્રોજેક્ટ દ્વારા નગરમાં વધતી ચોરીના ગુન્હાઓ પકડવામાં સૌથી વધુ પોલીસ તેમજ પ્રજાને સહયોગી નિવળશે આ પ્રોજેક્ટ થકી નગરમાં થતી ચોરીઓ પર બાજ નજર રાખી સકાશે અને જેથી ચોરીનો ભેદ ઉકેલવા તેમજ ગુન્હાહિત પ્રવૃત્તિ અટકાવવા સરળતા રહેશે વિરપુર નગરમાં પાછલા કેટલાક વર્ષોથી તસ્કરો અને વાહનચાલકો બેકોફ બની ચોરીની તેમજ અકસ્માતની ઘટનાઓ વધતા લોકોમાં ભયની સાથે રોષની લાગણી ફેલાવા પામી હતી ત્યારે આ પરીસ્થીતી ધ્યાને રાખી વિરપુર તાલુકા વિકાસ અધિકારીના તેમજ વિરપુર ગ્રામ પંચાયતના વહીવટદારના અથાગ પ્રયત્નો હેઠળ વિરપુર ગ્રામ પંચાયતના ૧૫ મુ નાણાપંચ યોજના હેઠળ વિરપુર નગરના વિવિધ વિસ્તારોમાં અંદાજીત પાંચ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પાંચ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલુ સીસીટીવી કેમેરા નગરના સી એમ દેસાઈ હાઈસ્કૂલ,પશુ દવાખાનું રોડ,મુકેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં લગાવવાનું શરૂ કરવામાં આવતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવાપામી હતી વિરપુરમાં નવા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી ગુન્હાહિત પ્રવૃત્તિઓ પકડવામાં પોલિસ તંત્રને પણ મદદરૂપ થશે આગામી દિવસોમાં બાકીના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી આખા વિરપુર નગરને સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.