ધંધુકા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
ધંધુકા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
ધંધુકા પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં વીજળીના તડાકા ભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો .વરસાદ ચાલુ થતાની સાથે વીજળી ડૂલ થઈ ગઈ હતી.
ધંધુકાના જાહેર રસ્તા ઉપર તેમજ સોસાયટી વિસ્તારમાં તથા શેરીઓમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા .
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં આજે બીજા દિવસે ગરમીના ઉકલાટ બાદ સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ધંધુકા તાલુકા સહિત ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.
આખા દિવસ ઉકળાટ બાદ સાંજે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી બીજી તરફ આ વરસાદ ના કારણે ખેડૂતો માં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.