3 વર્ષની બાળકીએ દારૂ પીધો, મોત:રમતાં-રમતાં દાદીના રૂમમાં ગઈ, પાણી સમજીને દારૂ પીધો; માને કહ્યું- મને નવડાવી દો અને ત્યાં જ બેભાન થઈ ગઈ
છત્તીસગઢના બલરામપુરમાં મંગળવારે બપોરે દારૂ પીવાથી 3 વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે. ત્રણ વર્ષની માસૂમ બાળકીએ પાણી સમજીને દારૂ પીધો. જેના કારણે તેની તબિયત લથડી હતી. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બલરામપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકીએ પાણી સમજીને દારૂ પીધો
સમગ્ર ઘટના છત્તીસગઢના બલરામપુરના ત્રિકુંડા પોલીસ સ્ટેશનમાં બની હતી. અહીં, બૈકુંઠપુરમાં રહેતા રામ સેવકની ત્રણ વર્ષની દીકરી સરિતા સોમવારે સવારે ઘરે રમી રહી હતી. તેની માતા સાવિત્રી ઘરે કામ કરતી હતી. આ દરમિયાન છોકરી તેના દાદીના રૂમમાં ગઈ હતી. ત્યાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ હતો. છોકરીએ પાણી સમજીને તે દારૂ પીધો હતો. જે બાદ છોકરી તેની માતા પાસે આવી અને તેને નવડાવવા માટે કહ્યું. માતાને કહ્યું નવડાવી દો મને, અને બેભાન થઈ
દારૂ પીધા પછી સરિતાને નશો ચઢવા લાગ્યો. તે પોતાની માતા પાસે પહોંચી અને તેને નવડાવવા માટે કહ્યું. થોડી જ ક્ષણમાં તે બેભાન થઈ ગઈ. જેથી સરિતાની માતા ગભરાઇ ગઈ. તેણે પતિ રામ સેવકને જાણકારી આપી. બાળકીના મોંમાથી દારૂની ગંધ આવી રહી હતી. ત્યાર બાદ રામ સેવક તેની માતાના રૂમમાં ગયા અને ત્યાં જોયું તો દારૂ વિખરાયેલો પડ્યો હતો. સારવાર દરમિયાન દીકરીનું મોત થયું
ત્યાર બાદ પરિજન સરિતાને લઈને વાડ્રફનગર સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચ્યો, પરંતુ બાળકીની હાલત ગંભીર જોઈને ડોક્ટરોએ અંબિકાપુર રેફર કરી દીધી. પરિજનોએ મંગળવારે સાંજે સરિતાને અંબિકાપુર મેડિકલ કોલેજમાં દાખલ કરી. સારવાર દરમિયાન તેની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહીં. આ દરમિયાન બપોરે સરિતાનું મોત થઇ ગયું. સૂચના મળવાથી પોલીસ હોસ્પિટલ પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. પંચનામાની કાર્યવાહી બાદ શબ પરિજનને સોંપી દીધું. બાળકીનું શબ લઇને પરિજન બલરામપુર પાછા ફર્યા. વધારે દારૂ પીવાથી મોત થઈ શકે છે
શિશુ મંગલમ હોસ્પિટલના શિશુ રોગ નિષ્ણાત ડો. બી. કમલેશે કહ્યું કે દારૂ બાળક તથા મોટા પર એકસમાન અસર કરે છે. ઓછી ઉંમરની દૃષ્ટિએ દારૂની ઓછી માત્રા પણ બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને મહુઆ દારૂ સૌથી ઘાતક હોય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ શકશે છે કે બાળકીના બ્લડમાં કેટલી માત્રામાં દારૂ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.