સુરતના ઉમરપાડામાં 5.5 ઓલપાડમાં 3 ઇંચ : 55 ગ્રામજનોનું સ્થળાંતર
- કામરેજના
ચીખલી અને પસાણાના બલેશ્વરમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરાવાયું : સુરત સિટીમાં બે ઇંચ વરસાદ સુરતસુરત
જિલ્લામાં મેઘરાજાનું જોર વિતેલા ૨૪ કલાકમાં યથાવત રહેતા સાડા પાંચ ઇંચ થી લઇને એક
ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.જેના કારણે કામરેજ અને પલસાણાના ગામમાં પાણી ભરાતા ૫૫
વ્યકિતઓનું સ્થળાંતર કરાયુ હતુ. તો આજે પણ ઘણા રસ્તાઓ બંધ રહ્યા હતા. બપોર પછી થોડો
ઉધાડ નિકળતા રાહત અનુભવાઇ હતી. ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં મંગળવારની સાંજે છ વાગ્યાથી આજે
સાંજે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મેઘરાજાનું જોર યથાવત રહ્યુ છે. આ ૨૪ કલાકમાં
જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૫.૫ ઇંચ,
ઓલપાડમાં ત્રણ ઇંચ સહિત તમામ તાલુકામાં મેઘ મહેર જોવા મળી હતી. સુરત
શહેરમાં પણ વરસાદ ચાલુ રહેતા ૨૪ કલાકમાં બે ઇંચ પાણી પડયુ હતુ. જો કે બપોર પછી
વરસાદ બંધ રહેવાની સાથે તાપ પડતા રાહત અનુભવાઇ હતી.
ભારે
વરસાદના કારણે કામરેજ તાલુકાના ચીખલી ગામના સીંગોળા ફળિયામાં પાણી ભરાતા ૩૦
વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ હતુ. જેમાં ૨૦ વ્યકિતને સ્કુલમાં રાખવામાં
આવ્યા હતા. જયારે ૧૦ વ્યકિતઓ સંબંધીને ત્યાં રહ્યા હતા. આ સિવાય પલસાણા તાલુકાના
બલેશ્વર ગામમાં પણ પાણી ભરાતા ૨૨ ગ્રામજનોનુ સ્થળાંતર કરાયુ હતુ. આમ આજે દિવસ
દરમ્યાન ૫૫ વ્યકિતઓનું સ્થળાંતર કરાયુ હતુ. આ સિવાય પલસાણા, માંગરોળ, ઉમરપાડાકામરેજના રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.