ચમોલીમાં લેન્ડસ્લાઇડ, હાઇવે બ્લોક:બિહારમાં ભારે વરસાદના કારણે વીજળી પડવાથી 4નાં મોત; આજે 19 રાજ્યમાં એલર્ટ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. હલ્દવાની, બનબસા, ટનકપુર, સિતારગંજ અને ખટીમામાં હાલત સૌથી ખરાબ છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કાટમાળને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 200થી વધુ ગ્રામીણ રસ્તાઓ હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાળ ગંગા લંગસી ટનલ પર પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો. જ્યારે આસામમાં બ્રહ્મપુત્રા અને એની ઉપનદીઓનો જળસ્તર ભયજનક સ્તરથી નીચે આવી ગયો છે. રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને લગભગ 17.17 લાખ થઈ ગઈ છે. જોકે મંગળવારે 7 લોકોનાં મોત થયાં હતાં. પૂર અને વરસાદમાં અત્યારસુધીમાં 92 લોકોએ જીવ ગુમાવ્યા છે. બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓમાં પૂર આવ્યું છે, જેના કારણે ગોપાલગંજ, બેતિયા અને બગહામાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વીજળી પડવાથી 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. સોમવારે ભારે વરસાદ બાદ મંગળવારે મુંબઈમાં વરસાદથી રાહત મળી હતી. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને કારણે મંગળવારે મુંબઈની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી, જોકે શહેરમાં વરસાદ પડ્યો નહોતો. શહેર અને ઉપનગરોમાં ક્યાંય પણ પાણીનો ભરાવો કે ટ્રાફિકજામ થયો નહોતો. આજે 7 રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે 3 રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. યુપી, બિહાર, આસામ, મેઘાલય અને ગોવામાં ઓરેન્જ એલર્ટ છે. આ રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક અને તેલંગાણામાં યલો એલર્ટ છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે. દેશભરના હવામાનની તસવીરો... આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે... સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું- 10 મહિનામાં પહેલીવાર જળાશયોના જળસ્તરમાં વધારો થયો
સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું છે કે દેશનાં જળાશયોના જળસ્તરમાં ગયા વર્ષે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત વધારો થયો છે. ખરેખરમાં CWC, જે ભારતનાં 150 જળાશય પર નજર રાખે છે, તેણે 4 જુલાઈએ નવી માહિતી શેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જળસ્તરમાં કુલ 2 ટકાનો વધારો થયો છે. જોકે CWCએ કહ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ જળાશયોના કુલ સ્ટોરેજ સ્તરમાં ઘટાડો થયો છે. હાલમાં 2 ટકાના વધારાના જે આંકડા બહાર આવ્યા છે, એ વર્તમાન સ્ટોરેજ સ્તરની સરખામણીમાં જોવામાં આવેલા આંકડા છે. જો આજના જળસ્તરને ગયા વર્ષના સ્ટોરેજ લોવલથી માપવામાં આવે તો એ ઓછો હશે. રાજ્યોની હવામાન સ્થિતિ... રાજસ્થાન: આજે 18 જિલ્લામાં વરસાદનું એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા; 4 સ્થળે પારો 40 ડિગ્રીની ઉપર પહોંચ્યો હતો બુધવારે (10 જુલાઈ) રાજસ્થાનના 18 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. આ પૈકીના 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં નીચા તાપમાનને કારણે મંગળવારે (9 જુલાઈ) ફરી એકવાર તાપમાન વધ્યું હતું. પશ્ચિમ રાજસ્થાનના બિકાનેર, ફલોદી, જેસલમેર, પિલાનીમાં ગઈકાલે દિવસનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છત્તીસગઢ: 20 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ, અત્યારસુધીમાં 214 મિમી વરસાદ; 1 જૂનથી 9 જુલાઈ સુધી 260 મિમી વરસાદ પડવાનો હતો છત્તીસગઢના 13 જિલ્લામાં અત્યારસુધીમાં સરેરાશ વરસાદ થયો છે. 20 જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. 9 જુલાઈ સુધી રાજ્યમાં 214.4 મિમી અથવા 8.44 ઈંચ વરસાદ નોંધાયો હતો, જે સરેરાશ કરતા 28% ઓછો છે. 1 જૂનથી અત્યારસુધીમાં 260.8 મિમી વરસાદ પડવો જોઈતો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ 314.8 મિમી વરસાદ સુકમા જિલ્લામાં નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ સુરગુજામાં 103.6 મિમી નોંધાયો છે. બિહાર: 35 જિલ્લામાં વરસાદની ચેતવણી, વીજળી પડવાથી 4નાં મોત; નેપાળના પાણીને કારણે ગોપાલગંજમાં પૂર જેવી સ્થિતિ બિહારની સાથે નેપાળમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની અનેક નદીઓમાં પૂર આવ્યાં છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. ગોપાલગંજના વાલ્મીકિ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આસપાસનાં ઘણાં ગામોમાં પૂરનો ભય છે. લોકો સ્થળાંતર કરી રહ્યા છે. હવામાન વિભાગે બુધવારે (10 જુલાઈ) 35 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 18 જિલ્લામાં ભારે વરસાદ અને 17 જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ચંદીગઢ: તાપમાનમાં 3.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો, સામાન્ય કરતાં 2.7 ડિગ્રી વધુ, આજે વાદળછાયું વાતાવરણ, 12 જુલાઈથી વરસાદની શક્યતા ચંદીગઢમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન પડતાં તાપમાન પણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. શહેરનું મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 2.7 ડિગ્રી વધુ છે. બુધવારે (10 જુલાઇ) દિવસ દરમિયાન શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની શક્યતા ઓછી છે. પંજાબમાં ચોમાસું ધીમી પડવાને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ ફરી એકવાર વધી ગયું છે. મંગળવારે (9 જુલાઈ) મહત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રીનો વધારો થયો હતો. ગુરદાસપુરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે હવે 12 જુલાઈ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન ત્રણ જિલ્લા પઠાણકોટ, હોશિયારપુર અને ગુરદાસપુરમાં ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ: આવતીકાલે અને બીજા દિવસે ભારે વરસાદની ચેતવણી, ચોમાસાની ઋતુમાં સામાન્ય કરતાં 22% ઓછો વરસાદ પડ્યો, તાપમાન વધ્યું. હિમાચલ પ્રદેશમાં ધીમી પડેલું ચોમાસું આવતીકાલથી એટલે કે ગુરુવાર (11 જુલાઈ)થી આગામી બે દિવસમાં ગતિ પકડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 અને 12 જુલાઈએ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. લાહૌલ સ્પિતિ અને કિન્નૌર સિવાયના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે. 13 જુલાઈથી ચોમાસું ફરી ધીમું થવાની આગાહી છે. આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.