રાણાવાવના ઠોયાણા ગામે આવેલા નકલંક ધામમાં બાવન ગજ નેજા મહોત્સવની તડામાર તૈયારીઓ - At This Time

રાણાવાવના ઠોયાણા ગામે આવેલા નકલંક ધામમાં બાવન ગજ નેજા મહોત્સવની તડામાર તૈયારીઓ


ગોસા(ઘેડ) પોરબંદર તા.૧૮/૦૯/૨૦૨૩
અઢારે આલમ મા પૂજનીય નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકા ના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગામ જનો ઉમળકા ભર્યા સહકાર થી રામાપીર ના નેજા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઠોયાણા ગામે સર્વ કાર્ય બાપા રામદેવપીરની ઈચ્છાથી થાય છે.ઠોયાણા ગામની બજારો અને ગલીઓ ની સાફ સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવી રહી છે.લોકો રામદેવપીર માં લીન બની બાપાનો નેજો જ્યાંથી પસાર થવાનો છે તે બધી ગલીઓ અને આખું ગામ તોરણ અને રંગબેરંગી થી સુશોભિત કરવામાં આવી રહ્યું છે. રામદેવપીર બાપાની ધ્વજા પતાકા આખા ગામમાં લગાવવામાં આવી રહી છે લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી એટલે ભાદરવા સુદ નોમ અને રવિવાર તા.૨૪/૦૯/૨૦૨૪ના રોજ ઉમળકા ભેર ઊજવવા મા આવશે . રામદેવપીરના આ પાવનકારી પ્રસંગે નેજો ચઢાવવા રાજકીય સામાજિક હસ્તીઓ મહાનુભાવો ની ખાસ ઉપસ્થતિ રહશે. આ પ્રસંગે કુતીયાણ ના ધારાસભ્ય કાધલ ભાઈ જાડેજા તથા પણ ખાસ હાજરી આપશે. તેમજ ધાર્મિક અને આધ્યાત્મિક સેવાભાવવાળું જેનું વ્યક્તિવ છે એવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તેમજ આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, પોટબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, મહેર અગ્રણી સામતભાઇ ઓડેદરા, ગુજરાત પ્રદેશના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા રમેશભાઈ (પટેલl)ઓડેદરા,મહેર અગ્રણી ભાણવડના મેરામણઆતા હિરલબા જાડેજા, પોરબંદરના ખ્યાતનામ ર્ડો પારસ મજેઠીયા (મનન હોસ્પિટલ ) આપ ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા,મહેર શક્તિ સેના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા, પોરબંદર રબારી સમાજના પ્રમુખ ભુવાઆતા ભીમાભાઈ મકવાણા તેમજ ઠોયાણા આવળ આશ્રમ ના સાધુ શ્રી સુધાગીરી બાપુ પીર ના નેજા મહોત્સવ મા સહભાગી બન્શે. ઠોયાણા ગામે નકલંક ધામ તથા સમસ્ત ગામજનો ના સહકાર થી નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ના સામયા અને શોભાયાત્રા ઠોયાણા થી બે કિલોમીટર દૂર આવેલ ટીબા મા આવડ માતા ના આશ્રમ થી ડીજે ના તાલે સવાર ના સાત વાગ્યા થી નેજા ના સામૈંયા બળદ ગાડા અને ઘોડા સાથે નીકળશે .*ડાલીબાઈ નો પરિવાર દ્વારા બાપાના નેજાના રસ્તાના માં આસ્થાભેર અને સમગ્ર પરિવાર જોડાઈને ધામધુમથી વધાવશે અને નેજા સાથે નકલંક ધામ પધારશે. જેમા ઠોયાણા ગામના સર્વે ધરમ પ્રેમી જનતા તથા મહેમાનો આસ્થાભેર જોડાશે તેમજ સામૈંયા મા ગૂગળના ધુપના ધુંવાડે રામદેવ પીર ના નારા અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા યુવા ભાઈ બહેનો ડીજે ના તાલે રાશ ગરબા ની રમઝટ બોલાવતા બોલાવતા આખા ગામમાં ઘૂમશે ત્યારબાદ . ઠોયાણા નંકલંક ધામ પહોંચશે . જયા પધારેલ મહાનુભાવો ના વરદ હસ્તે રામદેવ પીર ના નેજા સઢાવવા મા આવીશે . ત્યાર બાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદ નો કાર્યક્રમ યોજવામા આવશે .
રાત્રીના સમયે ખ્યાતનામ કલાકારો પોતાની આગવી વાણીમાં સંગીત સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવશે
સાંજના સૌરાષ્ટમાં માં પ્રખ્યાત એવા કલાકારો જીતભાઈ કેશવાલા ડેવીનભાઈ ઓડેદરા, મિલન ઓડેદરા, લાખણશી આંત્રોલીયા, હિતેશ ઓડેદરા, રમેશ ઓડેદરા, અને વિજય ઓડેદરા તેમજ લોક સાહિત્યકાર રાજવીર ઓડેદરા પોતાની કલા બાપાને શરણે ધરશે અને રાસ ગરબાની રમઝટ બોલાવશે. તેમજ કલાકારો રામદેવપીર બાપાની ધૂન ગાશે ને બાપા પ્રત્યક્ષ રમવા આવશે અને ઉકળતી દેગ ઉતારશે, દેગ જમશે (દેગ દર્શન)રાખવામા આવીશે .
આ બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બને તે માટે નકલંક ધામ ઠોયાણા સૌ ભક્ત સમુદાયને જાહેર આમંત્રણ પાઠવે છે
પ્રેસ રિપોર્ટર વિરમભાઇ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.