કલોલ નપાના 9 કોર્પોરેટરએ આપ્યા રાજીનામા
ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચરમસીમા હોય તેવુ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. કલોલ નગરપાલિકામાં ભાજપના 9 કોર્પોરેટરોએ એકી જાટકે રાજીનામા ધરી દેતા કલોલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નગરપાલિકાના પ્રમુખ સામે પણ કોર્પોરેટર નારાજ હોવાથી કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યાની વાત આવી છે. આપને જણાવીએ કે, અગાઉ પણ પ્રમુખની વરણી મામલે કલોલ નગરપાલિકામાં વિવાદ થયો હતો. અગાઉ પણ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા. બાદમાં સમજાવટથી કોર્પોરેટરોએ રાજીનામા પરત ખેંચ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.