રાજુલા-ચાંચ બંદર રૂટની બસ ચાલુ કરો: પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર - At This Time

રાજુલા-ચાંચ બંદર રૂટની બસ ચાલુ કરો: પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર


યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા-ચાંચ બંદર રૂટની બસ ચાલુ કરો: પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર

રાજુલા નજીક આવેલા ચાંચ બંદર ની એસટી બસ શરૂ કરવા રાજુલાના ડેપો મેનેજરને પત્ર પાઠવી રજૂઆત કરી

પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજુલા ડેપોનીરાજુલા-ચાંચબંદર બસ સવારે અને સાંજના સમયે ચાલુ હતી તેમાં ટ્રાફિક પણ ખુબજ સારા પ્રમાણ માં થતો હોવા છતાં અને આ બસનો લાભ સૌથી વધારે વિદ્યાર્થીઓ લેતા હોવા છતાં કોઈ કારણોસર થોડો સમય ચલાવી બંધ કરી દીધેલ છે. જેના લીધે સવારના સમયે ખાસ તો વિદ્યાર્થીઓ અને રાજુલા કામે આવતા લોકોને ખુબજ મુશ્કેલી પડે છે. જેમાં ચાંચ, ખેરા, પટવા, સમઢિયાળા, દાતરડી, વિસળીયા, કથીવદર, વિક્ટર, પીપાવાવ-ધામ, જોલાપુર, નિંગાળા અને કડીયાળી ના વિદ્યાર્થીઓ અને લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડે છે કારણકે આ રૂટ ઉપર એક્સપ્રેસ બસો તો ઘણી ચાલે છે પરંતુ લોકલ બસો બહુ ઓછી ચાલતી હોવાથી લોકોને હાડમારી નો સામનો કરવો પડે છે. માટે રાજુલા-ચાંચ બંદર રૂટ ઉપર ફરી આ બસ ચાલુ કરવામાં આવે તો લોકોને અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય અને એસ.ટી, વિભાગને પણ સારા ટ્રાફિકને લીધે સારી આવક થાય. તો ઉપરોક્ત બાબતે યોગ્ય કરવા મારી ભલામણ છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image