સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા રાજકોટ જિલ્લામા સર્વપ્રથમ મોબાઈલ વર્કશોપના માધ્યમથી દિવ્યાંગોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કેમ્પ સ્થળ પરથી જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેલીપર્સ અને કૃત્રિમ હાથ-પગનુ વિતરણ કરાશે
રાજકોટ તા. ૨૦ જુલાઈ - એડિપ સ્કીમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની નવી પહેલથી રાજકોટમાં પ્રથમ વખત મોબાઈલ વર્કશોપના માધ્યમથી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દિવ્યાંગોનો એસેસમેન્ટ કેમ્પ યોજાશે તેમજ કેમ્પ પરથી જ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેલીપર્સ/ કૃત્રિમ હાથ-પગનું દિવ્યાંગોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. અસ્થિ વિષયક, સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, પાર્કિન્સન ડિસીઝની દિવ્યાંગતા ધરાવતા માત્ર હાથ-પગની ખામી અથવા હાથ-પગ કપાઈ ગયેલ હોય તેવા દિવ્યાંગોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેલિપર્સનું વિતરણ તેમના તાલુકા કેન્દ્ર પર જ કેમ્પ સ્થળ પર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાના દિવ્યાંગોને તેમના નજીકના સ્થળ પર જ સેવા મળી શકે તે માટે કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા સ્તરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૨ જુલાઈના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પડધરી, તા.૨૩/૦૭/૨૦૨૪ના સામુહિક આરોગ્ય કેન્દ્ર, લોધિકા, તા.૨૪/૦૭/૨૦૨૪ ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોટડા સાંગાણી, તા. ૨૫ જુલાઈ ૨૦૨૪ના સરકારી હોસ્પિટલ ગોંડલ, તા.૨૬/૦૭/૨૦૨૪ ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકંડોરણા, તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજ સરકારી હોસ્પિટલ જેતપુર, તા.૩૦ જુલાઈ ૨૦૨૪ના સરકારી હોસ્પિટલ ધોરાજી, તા.૩૧/૦૭/૨૦૨૪ ના રોજ સરકારી હોસ્પિટલ ઉપલેટા, તા.૦૧/૦૮/ ૨૦૨૪ના રોજ સરકારી હોસ્પિટલ જસદણ, તા.૦૨/૦૮/૨૦૨૪ ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિંછીયા તેમજ તા. ૦૬ અને ૦૭ ઓગષ્ટના રોજ સિવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે રાજકોટ શહેર માટે કેમ્પ યોજાશે.
દિવ્યાંગોએ સાધનો મેળવવા માટે આધાર કાર્ડ, યુ.ડી.આઈ.ડી.કાર્ડ/નવું ઓનલાઈન મુજબનું ડોક્ટર સર્ટિફિકેટ, ચાલુ નાણાકીય વર્ષનું તલાટી મંત્રી અથવા મામલતદાર દ્વારા આપવામાં આવેલ ૨.૭૦ લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર તમામ આધાર-પુરાવાની ઝેરોક્ષ સાથે લઈ સવારે ૯:૦૦ કલાકથી કેમ્પ સ્થળે હાજર રહેવાનું રહેશે. માત્ર હાથ-પગની ખામી સિવાય અન્ય કોઈપણ પ્રકારના દિવ્યાંગોને લાભ મળવા પાત્ર થશે નહીં. વધુ માહિતી માટે શ્રી આનંદ કાતરકરને મો. નં. ૯૧૩૧૨૦૪૬૪૬ પર આધારકાર્ડ, યુ.ડી.આઈ.ડી.કાર્ડ અથવા ડોક્ટરી સર્ટિફિકેટ, આવકનું પ્રમાણપત્ર અને દિવ્યાંગતા દર્શાવતો ફોટો વોટસએપ પર અગાઉથી મોકલી રજીસ્ટ્રેશન કરી શકાશે તેમજ તેમનો સંપર્ક કરી શકાશે. આ સમગ્ર આયોજન એસ. આર. ટ્રસ્ટ રતલામ, એલિમ્કો તેમજ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે, તેમ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.