દીપાવલી અને નૂતન વર્ષ ની લોકોને શુભકામના પાઠવતા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજા
ગોસા(ઘેડ)તા.૦૧/૧૧/૨૦૨૪
કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજાએ દીપાવલીના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ લોકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી છે.સત્ય સનાતન ધર્મના હિન્દુત્વના તહેવારો જેમ કે દિવાળી,બેસતુ વરસ અને ભાઈબીજ આપણા સનાતન ધર્મના મુખ્ય તહેવારો કહેવાય છે તો દિવાળી શા માટે મનાવીએ છીએ એ પણ આપ સૌને ખબર જ હશે કે રામચંદ્રજી ભગવાન ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને અયોધ્યાની ગાદી પર પૂર્ણ પધારેલ ત્યારે તેમના માનમાં ફટાકડા ફોડી અને દીવાઓ પ્રગટાવી શ્રી રામ ભગવાનનું સ્વાગત કરેલ અને રોશનીથી અયોધ્યા નગરી શણગારી અયોધ્યાવાસીઓએ ધામધૂમમથી તે દિવસ ઉત્સવથી ઉજવ્યો ત્યારથી આ તહેવાર મનાવવામાં આવે છે. જેને દિવાળીનું સ્વરૂપ આપેલું છે હિન્દુત્વ માટે અને હિન્દુ સમાજ તેમજ અન્ય માટે આ તહેવાર હર્ષોત્સવમય બની ગયો છે. દિવાળીના બીજા નૂતન નવલા દિવસ ને બેસતું વર્ષ કહેવામાં આવે છે.આ દિવસે લોકો એક બીજાને શુભેચ્છા પાઠવે છે. ભેટ સોગાદો અને મીઠાઈઓ આપે છે. ત્યારે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજાએ દીપાવલી અને નૂતન વર્ષના પર્વમાં તમામ લોકોનાં જીવનમાં સુખ,સંપત્તિ અને શાંતિ, આરોગ્યમય, સૌભાગ્ય, સમૃધ્ધી, સદભાવનાની જ્યોત ઝગમગતી રહે અને તમામ પરિવારજનો આનંદમાં રહે તથા જીવનને વધુ પ્રકાશિત કરે એવાં દીપાવલી તહેવાર અને નૂતન બેસતા વર્ષનાં રામરામ સીતારામ અને સર્વેજનોને શુભકામના ઓ પાઠવી છે રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.