સેન્ટ્રલ જેલ પાસે દેવીપુજક પરિવારમાં સાળા-બનેવી વચ્ચે છરીઓ ઉડી - At This Time

સેન્ટ્રલ જેલ પાસે દેવીપુજક પરિવારમાં સાળા-બનેવી વચ્ચે છરીઓ ઉડી


પોપટપરા સેન્ટ્રલ જેલ પાસે દેવીપુજક પરિવારમાં પુત્રીને મળવા મામલે સાળા-બનેવી વચ્ચે છરીઓ ઉડતાં પતિ અને સામે પત્નીને પણ છરીનો ઘા લાગી જતાં દંપતીને સારવારમાં ખસેડાયું હતું. બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકે સામસામી ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે પોપટપરા સેન્ટ્રલ જેલ સામે ઝૂંપડામાં રહેતાં ચંપાબેન દુઘાભાઇ ઉઘરેજીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ ઉર્ફે આકાશ કિશોર સોલંકી (રહે. કિટીપરા,ગાયકવાડી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં પાંચ પુત્રી અને ત્રણ પુત્ર છે.
જેમાં ચાર પુત્રી સાસરે છે, જેમાં વચ્ચેટ સોનિયાના પ્રકાશ સાથે ત્રણેક વર્ષ પહેલા ભગાડી ગયેલ અને બાદમાં સમાઘાન કરી તેમના લગ્ન કરી દિધેલ હતાં. તે દંપતીને સંતાનમાં એક સાત માસની પુત્રી છે. તેમનો જમાઇ દારૂ પીતો હોવાથી તે બે મહીનાથી તેણીની પુત્રી રીસામણે છે. ગઈકાલે સાંજના સાતેક વાગ્યે તેણી તેના પુત્રો-પુત્રી સાથે ઘરે હતા ત્યારે પ્રકાશ ઉર્ફે આકાશ સોલંકી બે મહીનાથી રીસામણે બેસેલ સોનિયા અને તેની પુત્રીને મળવા આવેલ હતો. દરમિયાન દંપતીની વાતચીતમાં બંને પતિ-પત્ની ઝઘડો કરવા લાગેલ અને તેણીની પુત્રીને આરોપી ગાળો આપી ઢીકાપાટુ મારવા લાગેલ અને પ્રકાશ ઉશ્કેરાઇ જતો રહેલ અને કહેતો ગયેલ કે, હમણા આવ છુ તારો વારો કાઢી નાખું તેમ ગાળો આપતો જતો રહેલ હતો.
બાદમાં સાંજના આઠેક વાગ્યે પોપટપરા નાલાથી આગળ ચોકમાં ફરિયાદીનો દસ વર્ષનો પુત્ર બેઠો હતો તેની સાથે તે ઝઘડો કરતો હતો તે સમાચાર મળતા તેણીની પુત્રી ત્યાં ચોકમાં ગયેલ અને તે દરમ્યાન આરોપીએ તેની પત્નીને જ છરીનો એક ઘા ઝીંકી દિધો હતો. દરમિયાન તેણીના પુત્રો બહેનને છોડાવવા જતાં ઝપાઝપીમાં પ્રકાશને પણ એક છરીનો ઘા મહેશે ઝીંકી દિધો હતો. બાદમાં તેણીએ 100 નંબરમાં કોલ કરી પોલીસને બોલાવેલ હતી. બાદમાં ઇજાગ્રસ્ત યુવતીને 108 મારફતે સારવારમાં ખસેડાઇ હતી. જ્યારે સામાપક્ષે પ્રકાશ ઉર્ફે આકાશ કિશોરભાઈ સોલંકી (ઉ.વ.20),(રહે કીટીપરા ગાયકવાડી શેરી નં 7 જામનગર રોડ) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે મહેશ ઉર્ફે બુધા ઉધરેજીયા અને વિજય ઉધરેજીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમના ત્રણેક વર્ષ પહેલાં સોનિયા નામની યુવતી સાથે લગ્ન થયેલ હતાં. તેઓને સંતાનમાં એક પુત્રી છે. તેની પત્ની પુત્રી સાથે છેલ્લા બે મહીનાથી રીસામણે તેના માવતરે રહે છે.
ગઈકાલે સાંજના તે તેની દીકરીનુ મોઢું જોવા ગયેલ ત્યારે મારી તેની પત્ની સોનીયાએ તે બાબતે બોલાચાલી કરેલ જેથી તે ત્યાંથી જતો રહેલ અને પોપટપરા નાલાથી આગળ ચોકમાં દુકાન પાસે તેઓ તેના સાળા સાથે વાતો કરતો હતો ત્યારે તેની પત્ની ત્યાં આવેલ અને મારા ભાઇને કોઇ કહેતાં નહીં બોલતા તે ઉશ્કેરાઈ ગયેલ અને નેફામાંથી છરી કાઢી તેની પત્નીને છરીનો ઘા પેટમા મારી દેતાં તે પડી ગયેલ હતી. દરમિયાન તેના સાળા મહેશ અને વિજય ત્યા દોડી આવેલ અને મહેશે હાથમાંથી છરી આચકી લઇ ફરિયાદીને જ એક ઘા ઝીંકી દિધો હતો. બાદમાં તે ત્યાંથી ભાગી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.