દાહોદ રોજગાર અધિકારીશ્રીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી, દહેગામના અગ્નીવીર ભરતી પુર્વેની નિવાસી તાલીમ સેન્ટરની મુલાકાત લીધી**પરિવાર સાથે દાહોદ જિલ્લા અને ગુજરાતનુ નામ રોશન કરવા માટે સતત પ્રયત્ન કરવા-રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ* - At This Time

દાહોદ રોજગાર અધિકારીશ્રીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી, દહેગામના અગ્નીવીર ભરતી પુર્વેની નિવાસી તાલીમ સેન્ટરની મુલાકાત લીધી**પરિવાર સાથે દાહોદ જિલ્લા અને ગુજરાતનુ નામ રોશન કરવા માટે સતત પ્રયત્ન કરવા-રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ*


દાહોદ : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી, દહેગામને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ફંડ માંથી જુન ૨૦૨૩ થી ગુજરાત રાજ્યના ૬૦૦ અનુસૂચિત જનજાતિ (એસ. ટી.)ના ઉમેદવારોને અગ્નીવીરમા ગુજરાતના એસ.ટી. ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે અગ્નીવીર ભરતી પુર્વેની ૭૫ દિવસની તાલીમ આપવાનો પ્રોજેકટ આપવામા આવેલ છે.

આ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી દ્વારા આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાની રોજગાર કચેરીના સહયોગથી કચેરી ખાતે નોધાયેલ તેમજ નોંધાયેલ ન હોય તેવા ૧૭. ૫ થી ૨૧ વર્ષના ૪૫ % સાથે ધો.૧૦ પાસ તેમજ અગ્નીવીર ભરતી માટે જરુરી ઉંચાઈ, વજન અને છાતીના માપદંડમા આવતા અપરણીત પુરુષ ઉમેદવારોનની અરજીઓ મેળવવા તેમજ ૭૫ દિવસની ફ્રી નિવાસી તાલીમ માટે પસંદગી પ્રક્રીયા અને સ્ક્રુટીની કરવા ઓનલાઈન ટેસ્ટ લેવામા આવે છે.

જે દરમ્યાન યોગ્ય મેરીટમા આવતા ઉમેદવારોને ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મીઠાના મુવાડા, મેકસ કેમ્પસ, દહેગામ-બાયડ રોડ ખાતે ૭૫ દિવસની ફીઝકલ અને લેખિત તાલીમ માટે બોલાવવામા આવે છે. દાહોદ જિલ્લાના વધુમા વધુ ઉમેદવારોને આ તાલીમમા તક મળે તે માટે રોજગાર કચેરી, દાહોદના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ખુબ પ્રચાર-પ્રસાર કરીને, કોલેજ ખાતે કેમ્પ યોજીને જુન ૨૦૨૩ ની પ્રથમ બેચમા ગુજરાતના ૧૫૦ ઉમેદવારોમાંથી છોટાઉદેપુર જિલ્લાના ૧૨ ઉમેદવારોને તાલીમમા મોકલવામા આવ્યા હતા. જયારે બીજી બેચ હાલ ચાલુ છે જેમાં પણ ગુજરાતના ૧૫૦ ઉમેદવારોમાંથી દાહોદના ૧૮ ઉમેદવારો તાલીમ લઈ રહ્યા છે.

દાહોદ જિલ્લાના રોજગાર કચેરીના ઈ.ચા. રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા દહેગામ ખાતે આવેલ મેકસ કેમ્પસ , મીઠાના મુવાડા ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના અગ્નીવીર ભરતી પુર્વેની તાલીમ સેન્ટરની મુલાકાત લેવામા આવી હતી.

આ મુલાકાત દરમિયાન સમગ્ર જિલ્લાના અનુસૂચિત જનજાતિના તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને હોસ્ટેલ, રમત-ગમત મેદાન, જીમ, કેન્ટીન, લાઈબ્રેરી, કલાસ રુમ વગેરે સુવિધાઓનુ નિરીક્ષણ કર્યુ હતુ. એ સાથે ઉમેદવારોને તાલીમનુ મહત્વ સમજાવીને તેનો સમગ્ર ભારતમા આગામી યોજાનાર સંરક્ષણ ક્ષેત્રની તમામ સેવા, ભરતીમા ભાગ લઈને ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણએ તમામ ઉમેદવારોને પોતાના પરિવાર સાથે દાહોદ જિલ્લા અને ગુજરાતનુ નામ રોશન કરવા માટે સતત પ્રયત્ન કરવા માટેના માર્ગદર્શન સહિત શુભેચ્છાઓ પાઠવી હતી. દાહોદ જિલ્લાના તમામ ઉમેદવારોએ રોજગાર અધિકારીશ્રીએ લીધેલ આ આકસ્મિક મુલાકાતથી તેઓ સફળ થવા માટે બનતા પ્રયત્નો કરશે એમ કહી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.