વિકાસના નામે લાખો રૂપિયા ચાઉંગીરીને દબાવવાનો પ્રયાસથોડા સમયમાં સાબિતી સાથે બેનરો છપાવીને જન પ્રદશૅન કરાશે - At This Time

વિકાસના નામે લાખો રૂપિયા ચાઉંગીરીને દબાવવાનો પ્રયાસથોડા સમયમાં સાબિતી સાથે બેનરો છપાવીને જન પ્રદશૅન કરાશે


વિકાસના નામે લાખો રૂપિયા ચાઉંગીરીને દબાવવાનો પ્રયાસથોડા સમયમાં સાબિતી સાથે બેનરો છપાવીને જન પ્રદશૅન કરાશેવિસાવદર તાલુકાના અલગ અલગ ગામડાઓમાં થયેલા જેમ્સ દ્વારા થયેલા કામોમાં ભારે માત્રામાં ઘાલમેલ થયા હોવાની ચર્ચાઓએ જયારે જોર પકડયુ છે ત્યારે આ બાબતને લઈ કેટલાક આગેવાનો આ કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરી રહયા છે.કેમ કે આ કૌભાંડમાં જે સામેલ છે તે ભારે રાજકીય વગ ધરાવે છે.અને હલકી ગુણવતાવાળી વસ્તુઓને ઘૂસાડી સરકારમાંથી બિલ પાસ કરાવવા મસમોટી ઘૂંસ ખવડાવી દીધી છે એટલે કેટલાક અધિકારીઓ આ બાબતે ભારે ચૂપકી દાખવી રહયા હોય એવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.અને એક જાગૃત નાગરિક એ આ અંગે માહિતી માંગી તો મારુ કોઈ કાંઈ બગાડી નહી શકે તેવી શેખીઓ મારી રહ્યા છે કેમ કે મેં બધાને ખરીદી લીધા છે.પણ પ્રજાના પૈસાના દૂરુપયોગ સામે આ મામલાની જડ સુધી પહોંચી અને આ ભ્રષ્ટાચારીઓની ટોળકીને પ્રજાની સામે ખૂલ્લા પાડી અને સરકાર પાસેથી જેટલા નાણાં ઉધરાવ્યા છે તેટલી જ કિંમતના સાધનો લોકોને પ્રાપ્ત થાય તે માટે લડાઇ ચાલુ જ રહેશે.ટુંક સમયમાં જ આ મામલાની સાબિતી સાથે ના દસ્તાવેજો જાહેરમાં તાલુકા પંચાયતની ઓફીસ સામે મોટા બેનરોમાં પ્રિન્ટ કરીને ચોટાડવામાં આવશે તેવું એક નાગરિકે જણાવ્યુ હતું.

રિપોર્ટ મુકેશરીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.