ખૂનના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવવા અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
ખૂનના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવવા અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
વિગતઃ- આ કામના કેદીને અમરેલી તાલુકા પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦ ૦૮૨૦/૨૦૨૦ IPC કલમ ૩૦૨, ૩૪ વિ. મુજબના કામે નામ. સેશન્સ કોર્ટ અમરેલી દ્રારા આજીવન કેદ તથા દંડની સજા હુકમ થતા મજકુર રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા હોય અને નામ.ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે કેદીને વચગાળાનાં જામીન રજા પર દિન-૦૩ માટે મુકત કરવા હુકમ થતાં કેદી તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ મુકત થયેલ અને મજકુર કેદી તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ ફરાર થયેલ. જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો
મ્હે.અધિક પોલીસ મહાનીદેશક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર નાઓ દ્વારા રાજયના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂં ખાસ ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે મ્હે. શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન મુજબ શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા રાજકોટ મધ્યસ્થ જેલમાથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને અમરેલી તાલુકાના ચીતલ જસવંતગઢ ગામેથી તા.૨૩/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડી બાકી રહેતી સજા ભોગવવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલને સોપવા તજવીજ કરેલ.
પકડાયેલ ફરાર કેદી:- કેદી નં.૪૮૪૯૯ અનવર ઉર્ફે અનુ ઉર્ફે ભૂરો હનીફભાઇ બીલખીયા ઉ.વ.-૨૪ રહે.-ચીતલ જસવંતગઢ તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકર સિંહ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હિંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.