HMPV વાયરસ નો લોકોમાં ભયનો માહોલ છે તેવા સંજોગોમાં નેત્રંગની રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના કાળ બાદ ધુળ ખાતો ઓક્સિજન પ્લાન્ટ.
HMPV વાયરસ નો લોકોમાં ભયનો માહોલ છે તેવા સંજોગોમાં
નેત્રંગની રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના કાળ બાદ ધુળ ખાતો ઓક્સિજન પ્લાન્ટ.
દહેજની કંપનીએ દાન કરેલ પ્લાન્ટને કાયઁરત રાખવા નથી ઓપરેટર કે નાણા ???
ચીનનો એચએમપીવી વાયરસ ભારતમાં પ્રવેશ્યો છે તેવા સંજોગોમાં ગુજરાતવાસીઓમા ચિંતા વધી છે, તેવા સંજોગોમાં દિલ્હી સરકારે તમામ હોસ્પિટલલોને એલર્ટ રહેવાના આદેશ જારી કરાતા ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ પણ તાત્કાલિક અસર થી હરકતમા આવી ગયુ છે, ત્યારે આરોગ્ય મંત્રીએ એક દિવસની મુલાકાતે વડોદરા ખાતે આવેલ તે સમયે જણાવેલ કે ચીની વાયરસના ટેસ્ટ માટે દરેક હોસ્પિટલમાં બે ત્રણ દિવસમાં ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાવી દેવાશે મોટાભાગે આ રોગમાં પણ કોવિડના પ્રોટોકોલ પ્રમાણેના જ લક્ષણો છે. ત્યારે ગુજરાત સરકાર અને વિવિધ સંસ્થા આ વાયરસ અંગે સંપૂર્ણ દયાન કેન્દીત કરી રહી છે.
તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ નગર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલને કોરોના કાળ દરમ્યાન દહેજની એક કંપનીએ ઓક્સિજન પ્લાન્ટ દાન કરવામા આવેલ હતો, જે કોરોના કાળબાદ કુશળ ઓપરેટર તેમજ નાણાના અભાવે આજની તારીખમા બંધ હાલતમાં ધુળ ખાઈ રહ્યો છે.
તેવા સંજોગોમાં ન કરે નારાયણને એચએમવીપી વાયરસ પંથકમા દસ્તક દેતો, ગરીબ આદિવાસીઓ તેમજ આમ ર્દદીઓને ૪૦ થી ૫૦ કી.મી. દુર રાજપીપલા,અંકલેશ્વર,ભરૂચ ખાતે બેહાલ રોડ રસ્તાઓ ઉપર થી રીફર કરવાની નોબત આવી પડશે ત્યારે ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્ય ની સુખાકારીની ચિંતા કરીને ભરૂચ જીલ્લાનું આરોગ્ય વિભાગ, જીલ્લા સાંસદ મનસુખ વસાવા,ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવા આ બાબતને તાત્કાલિક દયાન પર લઇ બંધ પડેલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાવે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે અપુરતો સ્ટાફ હોય તે જગ્યાઓ પર તાત્કાલિક સ્ટાફ મુકવામાં આવે તેવુ નેત્રંગ તાલુકાની પ્રજામાં ચચાઁઇ રહ્યુ છે.
પ્રતિક પ્રજાપતિ
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.