રાજુલા માં પહેલા વરસાદ ની ખુશી બીજી તરફ લોકો હેરાન પરેશાન - At This Time

રાજુલા માં પહેલા વરસાદ ની ખુશી બીજી તરફ લોકો હેરાન પરેશાન


કભી ખુશી કભી ગમ....

રાજુલા માં પહેલા વરસાદ ની ખુશી બીજી તરફ લોકો હેરાન પરેશાન

રાજુલા બાયપાસ રસ્તો બંધ થયો

વાઇફાઇ ટાવર ચોથા માળ પરથી પવનનો ઉડ્યો

ખાલસા કંથારિયા ગામમાં વીજળી પડતા આગ લાગી

અનેક ગ્રામ્ય વિસ્તારો માં પાણી ભરાયાં

રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સાંજના ના સમયે જોરદાર પવન વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે વરસાદ શરૂ થયેલ શરૂવાત પવનની ધીમી હતી પરંતુ ધીમે ધીમે વરસાદ તેમજ પવનની ગતિ વધતી ગઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતી ગઈ જેમાં રાજુલા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઓચિંતો વાતાવરણમાં પલટો જોવા મળ્યો જોરદાર પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયેલો જોકે વરસાદ થોડા સમય પૂરતી જ રહેલો પરંતુ પવનના કારણે રાજુલા સાઈબાબા મંદિર પાસે એક નિશાળમાં ચોથા માળ પર લગાડવામાં આવેલ વાઇફાઇ ટાવર પવન ભરાવવાના કારણે આ ટાવર ઉડ્યો નસીબ જોગે રોડ પર કોઈ ન હોવાના કારણે નુકસાની થવા પામેલ નથી પરંતુ બાજુના છતના મકાનના ઉપરના ભાગે નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે વરસાદ પડવાની સાથે પી.જી.વી.સી.એલની કામગીરી દર ગુરુવારે મેન્ટેનન્સ કરવા છતાં અને વારંવાર લાઈટ બંધ કરીને કામ કરવા છતાં વરસાદનું એક ઝાપટું પડ્યું ત્યાં બે કલાક ઉપર વીજળી ગૂલ થઈ ગઈ હતી તો પછી દર ગુરુવારે આખો દિવસ બંધ રાખીને શું કામ કરતા હશે ? તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે આ વરસાદને કારણે શહેરમાં ગંદકીના જે ઢગલા પડ્યા છે તે
દુર્ગંધ મારશે તેમજ આ દુર્ગંધથી રોગચાળો ઉત્પન્ન થશે જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ જેવા તાવના રોગ ઉત્પન્ન કરશે ત્યારે જવાબદારી કોની ? રાજુલા નગરપાલિકા માં છેલ્લા બે વર્ષથી નગરપાલિકાના ચીફ ઓફિસર ની જગ્યા ખાલી છે ચાર્જ સાવરકુંડલા ચીફ ઓફિસર પાસે છે વહીવટદાર તરીકે રાજુલા મામલતદાર છે છતાં સફાઈ કામગીરી જોઈએ તેવી થતી નથી માત્ર રોડ સાફ થાય છે બાકી માં ગંદકીના ઢગલા પડ્યા છે તેમાં આ વરસાદ પડવાથી દુર્ગંધ ફેલાશે ત્યારે તંત્ર આ બાબતે દયાન આપશે ખરું ?
જ્યારે બીજી ઘટનામાં સાવરકુંડલા બાયપાસ રોડ પર મોક્ષધામ ની સામે વીજળીનો લોખંડનો પોલ ભારે પવનના કારણે રોડ ઉપર આવી જતા આ રોડ બંધ થવા પામેલો ત્યારે તંત્રના અધિકારીઓ પોલીસ સ્ટાફ ટ્રાફિક પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચેલી અને જે.સી.બી તેમજ ક્રેનની મદદથી આ પોલ ને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી જોકે આ કામગીરી થોડા સમયમાં પૂર્ણ થયેલી પરંતુ આ પોલ પડી જવાના કારણે રાજુલા શહેરમાં અંદાજિત બે કલાક જેટલો વીજળી પુરવઠો ખોરવાઈ જવા પામેલો બીજી ઘટનામાં જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામમાં એક ખેડૂત હકાભાઇ બોઘાભાઈ વાળાના મકાનમાં વીજળી પડતા આગ લાગતા તેમના મકાનમાં પણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે આ આગને બુજાવવા માટે સીંટેક્સ કંપનીનું ફાયર ફાયટર તેમજ રાજુલા નગરપાલિકાનું ફાયરને બોલાવવામાં આવેલું પરંતુ ત્યાં પણ આગ ના કારણે મોટી નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગઈકાલના વરસાદમાં વિવિધ જગ્યાએ નુકસાનીના સમાચાર મળી રહ્યા છે આ વરસાદ રાજુલા આગરીયા જાપોદર માંડરડી સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તેમજ પવનની અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.