પૌત્રીને પાણી ભરવાનું કહેતાં પુત્ર અને પુત્રવધુએ માતાને લાકડીથી ફટકાર્યા
બજરંગવાડીમાં આવેલ રાજીવનગર શેરી નં.24 માં રહેતાં હલીમાબેન મહમદભાઈ સમા (ઉ.વ.60) ગઈકાલે ઘરે હતાં ત્યારે રાત્રીના સમયે બીમારીની દવા પીવા માટે તેમની પૌત્રીને પાણી ભરી આપવા માટે કહ્યું હતું.જેથી ઉશ્કેરાયેલા તેના પુત્ર કાદર અને પુત્રવધુ સેહનાઝે અમારી દીકરીને પાણી ભરવાનું કેમ કહ્યું કહી ઝઘડો કરી લાકડીથી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. બીજા બનાવમાં પીઠળઆઈ સોસાયટીમાં લાક્કીરાજ પાર્ટી પ્લોટ પાછળ રહેતાં દક્ષાબેન મહેશભાઈ ડાભી (ઉ.વ.30) ગતરાત્રે પોતાની ઘર પાસે હતાં ત્યારે ઘસી આવેલા પ્રદીપ અને કાળુએ કોઈ કારણોસર ઝઘડો કરી ઈંટના છુટા ઘા કરી મારમાર્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.