રાજકોટની ત્રીજા ભાગની વસતી છે કૂપનના કરિયાણા પર નિર્ભર!
જિલ્લામાં વધી રહ્યું છે ગરીબી જાહેર કરવાનું પ્રમાણ, વધુ 2124 પરિવાર વિનામૂલ્યે અનાજના લાભાર્થી
સરકારની વાહવાહીની વાતો મુજબ રાજકોટ સહિત રાજ્યનો વિકાસ ડબલ ડિજિટની ગતિએ થઈ રહ્યો છે. લોકો આત્મનિર્ભર બની રહ્યા છે. માથાદીઠ આવક વધી રહી છે અને ખેડૂતોની આવક પણ બમણી થઈ છે. ટૂંકમાં લોકોનું જીવન ધોરણ પહેલા કરતા ઘણું સારું થઈ ગયું છે. પણ, આ વાતોની પાછળ જે સરકારી ચોપડા ફંફોસવામાં આવે તો ચિત્ર અલગ દેખાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે અને તેના અલગ અલગ પરિબળો પૈકીનું એક બેરોમીટર મફતમાં અનાજ મેળવનારા પરિવારની સંખ્યા છે. રાજકોટ જિલ્લામાં આ સંખ્યા 11 લાખને પાર થઈ છે અને તાજેતરમાં જ નવા 2124 પરિવારના 12863 લોકો ઉમેરાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.