બાહી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ગીરીશચંદ્ર બામણીયાનો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લામાં શ્રી ગીરીશચંદ્રની શિક્ષક તરીકેની ૩૮ વર્ષની સાર્થક અને સુદિર્ઘ સેવાઓને બિરદાવાઈ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામની બાહી કુમાર શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ગીરીશચંદ્ર ધીરુભાઈ બામણીયાનો વય નિવૃત્તિનો કાર્યક્રમ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકારશ્રી નૈષધકુમાર મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.શ્રી ગીરીશભાઈએ પંચમહાલ જિલ્લામાં શિક્ષક તરીકે ૩૮ વર્ષ અને બાહી કુમાર શાળામાં ૨૦ વર્ષ ફરજ બજાવી વય મર્યાદાને કારણે ૩૧મી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે.
ગીરીશચંદ્ર બામણીયાનો પરિવાર જેમાં તેમના મોટાભાઈ કાંતિભાઈ બામણીયા અને તેમના બહેનો સમગ્ર પરિવાર સાથે હાજર રહ્યા હતા. ગિરિશચંદ્ર બામણીયાના નાનાભાઈ અને અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયા કે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવે છે તેઓ ફરજ પર હોવાને કારણે હાજર રહી શક્યા ન હતા. કાર્યક્રમમાં તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેંટો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. આમંત્રિત તમામ સ્નેહીજનો, મહેમાનો અને વડીલો તેમજ શુભેચ્છકોએ ગિરીશચંદ્ર બામણીયાને વય નિવૃત્તિની શુભેચ્છઓ આપી હતી.
તમામ શુભેચ્છકોએ, શાળા પરિવાર અને પગાર કેન્દ્રના શિક્ષકોએ વય નિવૃત્ત થનાર ગીરીશચંદ્ર બામણીયાને શુભેચ્છાઓ અને મોમેન્ટો આપીને તેમને વય નિવૃત્તિની શુભેચ્છઓ આપી હતી. પૂર્વ આચાર્ય પી.ડી. સોલંકી, પ્રશાંતકુમાર પંડ્યા, એડવોકેટ હિતેશ ઇટવાલા અને અધ્યક્ષશ્રી નૈષધકુમાર મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કરી શ્રી ગીરીશભાઈની સેવાઓને બિરદાવી હતી.શ્રી ગોપાલચંદ્ર ધીરૂભાઇ બામણીયાના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના અંતે સૌએ સમૂહ ભોજન લીધું હતું.
આ પ્રસંગે કપડવંજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહિપતસિંહ ચૌહાણ અને શહેરા તાલુકા વિકાસ અધિકારીશ્રી પાર્થ પટેલ, વાઘજીપુર બીટના બીટ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતકુમાર પંડ્યા અને સી.આર.સી ઓર્ડીનેટર બાબુભાઈ વણઝારા,ગામના અગ્રગણ્ય વડીલો પી.ડી. સોલંકી, કે. જે .સોલંકી, સરપંચ પ્રિયંકાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ ધર્મેંદ્રસિંહ સોલંકી, તાલુકા સદસ્ય અસ્મિતાબેન પરમાર, સામાજિક કાર્યકર હસમુખભાઈ પરમાર, દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન મહિપાલસિંહ સોલંકી તેમજ સેક્રેટરી દશરથસિંહ સોલંકી, તલાટી કમમંત્રી,ગ્રામજનો, વાલીઓ અને શુભેચ્છકો, એસએમસી બાહી કુમાર શાળાના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ તેમજ પગાર કેન્દ્ર બાહીની પેટા શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ, શૈક્ષિક સંઘ અને ટીચર્સ સોસાયટીના પ્રતિનિધીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.