સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કીંગમાં ઝનાના હોસ્પિટલ રહી મોખરે - At This Time

સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કીંગમાં ઝનાના હોસ્પિટલ રહી મોખરે


સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કીંગમાં ઝનાના હોસ્પિટલ રહી મોખરે

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ - ૨૦૨૪ના ભાગરૂપે સ્વછતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની તમામ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ જોડાયેલ હતી. આ સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધા અંગેના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઝનાના હોસ્પિટલ અને આઈકર ભવન મોખરે રહ્યા છે.
આ સર્વેક્ષણમાં રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ સંલગ્ન MCH વિંગ – ઝનાના હોસ્પિટલ, રાજકોટે મોખરે રહી છે. જેનુ પ્રમાણપત્ર કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગર પાલિકા તથા મેયરશ્રી, રાજકોટ મહાનગરપાલીકાના હસ્તે અર્પણ કરવામાં આવ્યું છે.
સ્વચ્છતા સ્પર્ધામાં તબીબી અધિક્ષકશ્રી, ડૉ. આર.એસ.ત્રીવેદી અને MCH વિંગ (જનાના હોસ્પિટલ)ના પ્રાધ્યાપક અને વિભાગના વડાશ્રી, પીડીયાટ્રીક વિભાગ, ડૉ. પંકજ બુચ તથા પ્રાધ્યાપક અને વિભાગના વડાશ્રી, ઓબ્સ એન્ડ ગાયનેક વિભાગ, ડૉ. કમલ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ અધીકારીશ્રી / કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક તથા ખંતપૂર્વક કામગીરી કરી હતી. તેમ તબીબી અધિક્ષક પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.