સોહમનગરમાં ગાળો બોલવા મામલે ટપારતા વિડીયો શુટીંગના ધંધાર્થી પર છરીથી હુમલો
મોરબી રોડ શોહમનગરમાં ગાળો બોલવા મામલે ટપારવા ગયેલા યુવકને ત્રણ શખ્સોએ ઢીકા પાટુનો મારમારી છરીનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. અને એક આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે સોહમનગરમાં રહેતા મિતુલ નરેશભાઈ વાઘેલા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેમના ઘર પાસે રહેતા ચેતન સરેસા, તેનો ભાઈ ભુરો અને તેની સાથેના અજાણ્યા શખ્સના નામ આપતાં બી.ડિવિઝન પોલીસે કલમ 324, 323, 504,506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદિએ જણાવ્યું હતું કે, તેઓ વિડીયો શુટીંગનો ધંધો કરે છે.
તે ગઈકાલે ઘર નજીક આવેલા બાલાજી પ્રોવિઝન સ્ટોર પાસે તેમના મારા મિત્રો સાથે બેઠા હતા ત્યારે થોડી દૂર તેના ઘર નજીક રહેતો ચેતન સારેસા અને તેની સાથે બીજા માણસ હતા. તેઓ ત્યાં ગાળો બોલતા હોય જેથી તેઓને ગાળો બોલવાની ના પાડતા ચેતને કહ્યું કે, તારે બોવ હવા છે, તારો પછી વારો કાઢીસ તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો.
જે બાદ ફરી ચેતન, ભુરો અને એક અજાણ્યા માણસ ઘસી આવ્યા અને તેઓએ કહ્યું કે, તું મને ગાળો બોલવા મામલે રોકવા વાળો કોણ કહી છરીનો એક ઘા ઝીંકી દીધો હતો.તેમજ ઢીકા પાટુનો મારમાઇ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બનાવમાં ઘાયલ થયેલ મિતુલને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને સ્ટાફે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.