મહુવાને પણ જિલ્લો બનવાનો લાભ મળે: તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી કરી હળવા મૂડમાં માગણી
મહુવાને પણ જિલ્લો બનવાનો લાભ મળે: તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી કરી હળવા મૂડમાં માગણી
ગુજરાત સરકારે તાજેતરમાં એક નવો જિલ્લો અને 9 નવી મહાનગરપાલિકાની જાહેરાત કર્યા બાદ રાજ્યમાં જુદાજુદા સ્તરે પોતાના તાલુકાને પણ જિલ્લો બનાવવાની માંગણીઓ ઉઠી રહી છે. ત્યારે રામકથાકાર મોરારી બાપુએ પણ હળવાશમાં જાહેર મંચ પરથી કહ્યું કે, મહુવાને પણ જિલ્લો બનવાનો લાભ મળે.

અલગ જિલ્લાની માંગણીની વાત કરીએ તાજેતરમાં કડી તાલુકાના વિડજ ગામ નજીક જે.કે પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હાર્દિક પટેલે નીતિન પટેલની હાજરીમાં જાહેર મંચ પરથી સંબોધન કરતાં કહ્યું હતું કે 'વિરમગામ, માંડલ અન દેત્રોજના વિસ્તારને કડીને પણ ટક્કર મારે એવું બનાવીશું'. ત્યારે સામે નીતિન પટેલે કહ્યું કે સંચાલકે હાર્દિકભાઈને ખૂબ મોટું સ્ટેજ આપી દીધું, પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બનો એવી મા ઉમિયાને પ્રાર્થના કરીએ. આ સિવાય અન્ય એક શાળાના કાર્યક્રમમાં પણ વિરામગામ અલગ જિલ્લો બનશે તેવી વાત હાર્દિક પટેલે કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.