બોટાદની સાંદિપની વિદ્યાલયના સંચાલકે ૧૦૦૦ થી વધુ બાળકોને મફત શિક્ષણ આપવાની કરી જાહેરાત
(રિપોર્ટ- રાહુલ સાંકળિયા)
બોટાદ શહેરના વરીયા દેવી મંદિર પાસે આવેલ સાંદિપની વિદ્યાલયના સંચાલક દ્વારા ૧૦૦૦ થી વધુ બાળકોને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી.હીરા ઉદ્યોગમાં સતત મંદીના કારણે અન્ય ધંધાઓ પર પણ તેની અસર જોવા મળે છે ત્યારે હીરા બજાર ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પ તેમજ રાશન કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સાંદિપની વિદ્યાલયના સંચાલક હરેશભાઈ ધાધલ ખાસ હાજર રહી શિક્ષણ વ્યાપાર નહીં પણ ખરા અર્થમાં સેવા છે તે સાબિત કરતી મહત્વની જાહેરાત કરવામાં આવી.જેમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસોની શૈક્ષણિક ટર્મમાં સાંદિપની વિદ્યાલયમાં ધોરણ ૧ થી ૧૨ માં રત્નકલાકારોના સંતાનો માટે તેમજ અન્ય જરૂરિયાત વર્ગના પરિવારના સંતાનો માટે ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.