*સાબરકાંઠા જિલ્લામાં જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઇએ* -ચેરપર્સનશ્રી કૌશલ્યા કુંવરબા - At This Time

*સાબરકાંઠા જિલ્લામાં જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઇએ* -ચેરપર્સનશ્રી કૌશલ્યા કુંવરબા


*સાબરકાંઠા જિલ્લામાં જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઇએ*
-ચેરપર્સનશ્રી કૌશલ્યા કુંવરબા
**************
*જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ*
*************

સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.
રાજસ્થાનના સરહદની નજીક આવેલા સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણની માહિતીના આધારે રાજસ્થાન પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અવાર નવાર ઓચિંતિ મુલાકાત લઈ જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં કેમ ઢીલ દાખવવામાં આવી રહી છે તે અંગે બેઠક દરમિયાન ગંભીર નોંધ લઈ આરોગ્ય વિભાગને બેઠકના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુંવરબાએ કડક સૂચના આપી હતી. તેમજ બોગસ તબીબો વિરુધ્ધ લાલ આંખ કરી દાખલો બેસે તેવી કામગીરી કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં ઘટતા જતા જાતિપ્રમાણને ધ્યાને લઈ તે અંગે અસરકારક કામગીરી કરવા જાણાવ્યું હતું. તેમજ જિલ્લામાં તેમજ તાલુકા સ્થળે જાતિ પરીક્ષણ ન થાય તે માટે તકેદારી રાખવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત જાતિ પ્રમાણ વધે અને બેટી બચાવો બેટી પઢાવોને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે જિલ્લામાં નવીન કાર્યક્રમો અંગે સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા તેમજ સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
*****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.