રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં 10 વર્ષ બાદ 285 ઉમેદવારોની આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર બનવા માટેની બઢતીની એક્ઝામ
ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે બઢતી માટેની પરીક્ષા લગભગ 10 વર્ષ બાદ લેવામાં આવેલી હતી. જેમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર અને ટ્રાફિક કંટ્રોલરમાંથી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર બનવા માંગતા 285 જેટલા ઉમેદવારોએ વિદ્યાર્થી બની વર્ગખંડમાં બેસી પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો પણ હતા, જેમાં 100માંથી 50 માર્કસ મેળવવા ફરજિયાત છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ કે પાકીટ લઇ જવાની મનાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.