બોટાદ ખાતે દિવ્યાંગજનો માટે યોજાયેલા એસેસ્મેન્ટ કેમ્પમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ૪૭ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારીતામાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ બોટાદમાં પાંચપડા વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો. વોલીયન્ટર તરીકે આસ્થાના તમામ સ્ટાફએ સેવા આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી. જેમાં બોટાદ ખાતે કાર્યરત આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ૪૭ દિવ્યાંગ લાભાર્થીએ કેમ્પનો લાભ લીધો. સાથેસાથે વોલીયન્ટર તરીકે આસ્થાના તમામ સ્ટાફએ સેવા આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી, તેમજ સંસ્થાના પ્રકાશભાઈ ભીમાણી જિલ્લા વહીવટી તંત્રને કેમ્પના સફળ આયોજનમાં મદદરૂપ બન્યા હતા. અત્રે મહત્વનું છે કે, આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ઉપસ્થિત રહી વિનામૂલ્યે લાભ લીધો હતો. એસેસ્મેન્ટ દરમિયાન એલિમકોના નિષ્ણાત તજજ્ઞોના અભિપ્રાય મુજબ લાયક ઠરેલા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુરૂપ નિયત કરેલ સાધનો આગામી સમયમાં નિ:શુલ્ક આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.