લીલીયા મોટા ખાતે કલકત્તા માં મહિલા તબીબ પર થયેલ દુષ્કૃત્ય અને હત્યા ના સંદર્ભે આવેદન પાઠવ્યું
જુનાગઢ માં ડોક્ટર તેમજ સ્ટાફ પર થયેલા હુમલા ને પણ વખોડયો
લીલીયા મોટા ના ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તામાં થયેલ તબીબી હત્યા અને દુષ્કર્મ તેમજ જૂનાગઢમાં તબીબ અને સ્ટાફ પર થયેલ હુમલા ના મામલે ડોક્ટર એસોસિએશન દ્વારા રોષ ભેર આવેદનપત્ર પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવવામાં આવેલ કે કોલકતામા મહીલા તબીબ ઉપર બર્બરતાપૂર્વક થયેલ દુષ્કૃત્ય અને હત્યા તેમજ જુનાગઢમા તબીબ અને સ્ટાફ ઉપર થયેલ જીવલેણ હુમલા તે અત્યંત શરમજનક અને વખોડવા લાયક કૃત્ય છે.અને ડોક્ટર એશોશીએશન લીલીયા આ કૃત્ય ને વખોડેછે.અને આ કૃત્ય ના ગુનેગારોને સખ્તમા સખત સજા થાય અને ભવિષ્યમા પણ આવી કોઈ ઘટના ન બને તે માટે તબીબ એશોશીએશન દ્વારા આજ રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.