જસદણનો વિકાસ ખાડે ગયો : ઇકો ગાડી ગટરની કૂંડીમાં ફસાઈ : શું તંત્રને નાગરિકોની ચિંતા નથી ? - At This Time

જસદણનો વિકાસ ખાડે ગયો : ઇકો ગાડી ગટરની કૂંડીમાં ફસાઈ : શું તંત્રને નાગરિકોની ચિંતા નથી ?


( હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
જસદણમાં મેઈન બજારમાં ડીએસવીકે હાઈસ્કૂલના ખૂણા પાસે આવેલ શેરી પાસે ખૂણામાં જ ભૂગર્ભ ગટર આવેલી છે અને આ ગટરનું ઢાંકણું શેરીના ખૂણા પાસે જ મુકેલ છે ત્યારે અહીંયા ભૂતકાળમાં જાગૃત નાગરિકો દ્વારા આ ગટર પુરવાની અરજી આપેલ હતી ત્યારે આ તંત્ર દ્વારા આ ગટરની કુંડી પુરેલી પણ આળસ અને ભ્રષ્ટાચાર રાખતા અને બેદરકારીના કારણે આજરોજ ઇકો કાર આ ગટરમાં ફસાઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને જાગૃત નાગરિકો દ્વારા કારને ઉંચી કરી બહાર કાઢવામાં આવી હતી આવા જસદણમાં અનેક રોડ રસ્તાઓ અને પાણીને લઈને પ્રાથમિક જરૂરિયાત હજુ સુધી લોકો સુધી પહોંચી નથી ત્યારે વ્યાકુળ પ્રજાજનો અને નાગરિકો દ્વારા માંગ છે કે ગુજરાતમાં આટલા વિકાસ અને ટેકનોલોજી વધી છે ત્યારે જસદણમાં અમુક અમુક વિસ્તારમાં હજુ સુધી પ્રાથમિક સુવિધા નો અભાવ દેખાઈ રહ્યો છે ત્યારે આ પ્રાથમિક સુવિધાઓ ક્યારે લોકોને મળશે ? અને કામ કરતા અધિકારીઓની ભ્રષ્ટાચાર કરવાની ટેવ કોણ દૂર કરાવશે ? જેવા અનેક નગરજનોમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે જસદણ પંથકમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે પણ પ્રાથમિક સુવિધાઓ અમુક લોકો વિસ્તાર સુધી ન પહોંચતા જાગૃત નાગરિકોમાં નારાજગી વ્યાપી છે ત્યારે જો ગટરના ઢાંકણા ગટરની કુંડીઓ શેરીમાં ગંદકીઓ એવા નાના નાના પ્રશ્નો ઉપર જો ધ્યાન દેવામાં આવે તો અનેક વિસ્તારમાં આવા પ્રશ્નોના હલ નીકળે તેમ છે ત્યારે આ તસ્વીરમાં જોતા લાગી રહ્યું છે કે તંત્રને નાગરિકોની કોઈપણ જાતની ચિંતા નથી તેને પોતાના સ્વાર્થી ખીચા ભરવામાં જ મોહ માયા હોય તેવું લાગી રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.