માનસિક બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જિંદગી ટૂંકાવી - At This Time

માનસિક બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જિંદગી ટૂંકાવી


બેડી ચોકડી પાસે માનસીક બીમારીથી કંટાળી સિદ્ધરાજસિંહ નામના યુવકે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતાં સિદ્ધરાજસિંહ અશ્વીનસિંહ જાડેજા (ઉ.વ.20) ગઈકાલે બપોરે બેડી ચોકડી પાસે જઈ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ પોતાના ભાઈને જાણ કરી હતી. દોડી આવેલા તેના ભાઈએ તાત્કાલિક સિદ્ધરાજસિંહને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પરંતુ ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી.ડિવીજન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી બનાવનું કારણ જણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક બે ભાઈમાં નાનો અને મજૂરી કામ કરતો હતો. તે લાંબા સમયથી માનસિક બીમારીથી પીડિત હતો જેની સારવાર પણ ચાલુ હતી. બીમારીથી કંટાળી તેને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.