જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘોઘંબા ખાતે “બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીનીઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃત કરાઈ
પંચમહાલ,
મહિલા અને બાળવિકાસ અધિકારીની કચેરી, પંચમહાલ દ્વારા ઘોઘંબા તાલુકાનાં રાયણના મુવાડા કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે "બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના" અંતર્ગત "આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ" ઉજવણી અને "કિશોરી મેળો" કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપની કામગીરી તેમજ મહિલા અને બાળવિકાસ દ્વારા અમલી મહિલાલક્ષી વિવિધ પ્રકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થિનીઓને ઘડિયાળ, હાઇજીન કીટ તેમજ ટીશર્ટ અને કેપ આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળના Dhew સ્ટાફ, PBSC કાઉન્સેલર, 181 અભયમ મહિલા હેલ્પલાઇનનાં કર્મચારીગણ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક, શાળાના શિક્ષકગણ સહિત ધોરણ ૮ થી ૧૨માં ભણતી શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
રીપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.