વિસાવદર નગર પાલિકા દ્વારા ભૂગૅભ ગટર યોજનાના મેઈટેન્સનો કોન્ટ્રાક્ટમા ભારે ગોલમાલ
ભૂગૅભ ગટર યોજનાના મેઈટેન્સનો કોન્ટ્રાક્ટમા ભારે ગોલમાલઆર.ટી.આઇ. એકટીવીસ્ટ મૌલિક રીબડીયા કે જે ઘણા સમયથી નગરપાલિકાના વિવિધ કાર્યોમાં થતી ગોલમાલ અંગે સોશિયલ મીડિયા મીડિયામાં પોતાના લાઈવ વિડિયોદ્વઃરા પર્દાફાશ કરી રહ્યો છે ત્યારે વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક વિગત બહાર આવી છે.બસ સ્ટેશન પાછળ ગટરનું મેઈન્ટેન્સ માં હલકી ગુણવત્તાની કામગીરી થયેલ છે.તેમજ મેઈન્ટેન્સમા દર વખતે ૬-૮ હજારનો ખર્ચ ખોટી રીતે ગમે ત્યાં મેઈન્ટેન્સ કર્યું છે એવું દર્શાવી ઉધારી દેવામાં આવે છે.આ બાબતે વહીવટદારનો સંપકૅ કરતા વ્યવસ્થિત પ્રત્યુતર પણ મળતા નથી.સરકારના નિયુક્ત ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે બધું જ બરાબર ચાલી રહ્યું છે તેમ ચૂપચાપ જોવાનું કામ કરે છે કેમ કે નરી આંખે પણ દેખાઈ આવે તે ભ્રષ્ટાચાર શું કોઈને નહીં દેખાતો હોય.પણ શા માટે વહીવટદાર પર પગલાં લેવાતાં નથી કે ઉચ્ચ કક્ષાએથી તપાસ થતી નથી કે તપાસ અટકાવી દીધી છે તે ચર્ચામાં વિસાવદરની જનતા પોતાના ટેક્સના પૈસાનો દુરૂપયોગ માટે નિસાસા નાખી રહી છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.