મહિસાગર જિલ્લામાં મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીનો વર્કશોપનુ આયોજન - At This Time

મહિસાગર જિલ્લામાં મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીનો વર્કશોપનુ આયોજન


મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આત્મનિર્ભર મહિલા કિસાન પખવાડિયા અંતર્ગત મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના વર્કશોપનુ આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રાકૃતિક ખેતીનું ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મહિલાઓ આત્મનિર્ભર કઈ રીતે થઈ શકાય તેની માહિતી આપવામાં આવી જેમાં સંયોજક શૈલસપટેલ, પ્રદિપ સિંહ પુવાર જેઓએ પાકૃતિક ખેતી થી આત્મનિર્ભર બનવા વિશેનું માર્ગદર્શન આપ્યું.તાલુકા ના આત્મા પ્રોજેકટના મનિશ ભાઈ અને જાબિર ભાઈએ ખેડુત બહેનોને ઊંડાણ પૂર્વક પ્રાકૃતિક ખેતીની મુલ્યવર્ધિત બનાવટો માટેની માહિતી આપી.પ્રોજેક્ટના અમલથી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાથી થતી કેન્સર જેવી બિમારીઓ અને અન્ય આડસરોથી ખેડૂતો મુક્તિ અપાવી ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળી શકાય એમ છે. વધુંમાં , ઓર્ગેનિક /નેચરલ ફાર્મિંગ થકી ખેડૂતોની આવક બમણી કરવાનો સરકાર શ્રી નો નિર્ધાર પૂર્ણ કરી શકાય એમ છે. ખેડૂતો રસાયણ મુક્ત ખેતી તરફ વળતા દેશને વિદેશોમાંથી ખાતર ખરીદીમાં લાખો રૂપિયાનું વિદેશી હુંડીયામણની બચત થશે. તાલુકા સંયોજક દ્રારા પ્રાકૃતિક કૃષિના ચાર આધાર સ્થંભ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું
. ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન અને પર્યાવરણ બચાવીને આવનારી પેઢીને રોગમુક્ત બાનાવીએ. અને આપણી ધરતીમાતાની ફળદ્રુપતા જાળવી રાખીએ તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને વાળવા માટે જણાવ્યું. આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી પધ્ધતિની માહિતી આપવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.