રીક્ષાચાલકનું કાર્ડ બદલાવી રૂ.45 હજાર ઉપાડી લીધા - At This Time

રીક્ષાચાલકનું કાર્ડ બદલાવી રૂ.45 હજાર ઉપાડી લીધા


એટીએમ ગેંગ શહેરમાં ફરી સક્રિય થઈ હોય તેમ ફરીવાર રીક્ષા ચાલકને ભોગ બનાવી રૂ.45 હજાર ઉપાડી લીધાં હતાં. જવાહર રોડ પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં રૂપિયા જમા કરાવવા ગયેલ રીક્ષા ચાલકને મદદ કરવાના બહાને કાર્ડ બદલાવી રૂપિયા ઉપાડી લેતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતાં બોદુભાઈ હસનભાઈ સોલંકી (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઈવીંગ કરે છે. તેઓ ગઈ તા.30/01/2024 ના તેમની રહેલ રૂ.8500 પોતાના એકાઉન્ટમાં જમા કરાવવા માટે એસ.બી.આઇ. બેંકનાં જીમખાના જવાહર રોડ પર આવેલ એ.ટી.એમ. માં રાત્રીના ગયેલ હતાં.
દરમિયાન તેઓ એ.ટી.એમ.માં પૈસા જમા કરાવવાની પ્રોસેસ કરતાં હતાં ત્યારે બાજુમા એક ભાઇ ઉભેલ હતા અને રૂપીયા જમા કરાવવાની પ્રોસેસ ચાલુ હોય તે દરમ્યાન બાજુમા આવીને મદદ કરવાના બહાને તે પણ પ્રોસેસમા મદદ કરાવવા લાગેલ અને મારા પૈસા જમા થઈ ગયા બાદ પ્રોસેસ પુરી થઈ જતા આ અજાણ્યા શખ્સે એ.ટી.એમ મશીનમાં રહેલ એ.ટી.એમ. કાર્ડ એ.ટી.એમ મશીનમાથી કાઢી લઈ તેઓને આપી દીધેલ હતું. બાદમાં તે અજાણ્યો શખ્સ એ.ટી.એમ. રૂમમાથી બહાર નીકળી ગયેલ હતો.
બાદમા રાત્રીનાં તેમનાં મોબાઈલ ફોનમાં એક ટેક્સ મેસેજ આવેલ જેમાં બેન્ક એકાઉન્ટમાંથી દસ-દસ હજાર રૂપીયા એમ કુલ રૂ. 20 હજાર એ.ટી.એમ કાર્ડથી ઉપડેલના બે અલગ-અલગ મેસેજ આવતા તેઓને શંકા જતા પોતાનું એ.ટી.એમ કાર્ડ જોતા જે કોઈ જમનદાસ માલવીયાનાં નામનુ હતું. બાદમાં તેઓએ પોતાના ગુગલ પે એકાઉન્ટમાં જોતા બેન્ક એકાઉન્ટમાથી કટકે-કટકે કુલ રૂ. 45 હજાર એ.ટી.એમ કાર્ડ દ્વારા ઉપડેલ હોવાની જાણ થયેલ હતી. જેથી એ.ટી.એમ.માં તેઓને મદદ કરવાના બહાને આવેલ અજાણ્યાં શખ્સે એ.ટી.એમ કાર્ડ બદલાવી લઈ તેમને જમનદાસ માલવીયાનાં નામનુ એ.ટી.એમ કાર્ડ પકડાવી રૂ.45 હજાર ઉપાડી લઈ છેતરપીંડી આચરી હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.