શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ —————– પીપળવા ખાતે ગૃહ વિભાગનાં નાયબ સચિવશ્રીએ ૪૭ બાળકોનું નામાંકન કરાવ્યું
શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ
-----------------
પીપળવા ખાતે ગૃહ વિભાગનાં નાયબ સચિવશ્રીએ ૪૭ બાળકોનું નામાંકન કરાવ્યું
----------------
નાયબ સચિવશ્રીના હસ્તે બાલવાટીકા વર્ગ અને પ્રજ્ઞા વર્ગના નવનિર્મિત ઓરડાનું લોકાર્પણ કરાયું
----------------
ગીર સોમનાથ,તા.૨૮: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ના ત્રીજા દિવસે ગૃહ વિભાગનાં નાયબ સચિવ શ્રી શ્રધ્ધાબેન પરમારે પીપળવા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને બાળકોનું નામાંકન કરાવ્યું અને શૈક્ષણિક કિટ આપી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
નાયબ સચિવશ્રીએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝનરી નેતૃત્વ શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકો અત્યારે જે ઉત્સાહભેર શિક્ષણ મેળવવા માટે શાળામાં પ્રવેશ થયા છે. તેવો જ ઉત્સાહ છેલ્લે શિક્ષણ પૂર્ણ થાય ત્યા સુધી ટકાવી રાખે તે માટેની અભિલાષા વ્યક્ત કરી હતી.’
વધુમાં તેમણે જણાવ્યું કે, ટેકનોલોજીના સમયમાં રાજ્ય સરકારે કદમથી કદમ મિલાવી અભ્યાસ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે. ત્યારે તેનો લાભ લઈને વિદ્યાર્થીઓ પ્રસંદગીના ક્ષેત્રે આગળ વધી શકે છે.
આ અવસરે ગૃહ વિભાગનાં નાયબ સચિવશ્રીએ શાળાની ક્મ્પ્યૂટર લેબનું નિરિક્ષણ કરી એસએમસીના સભ્યો, સરપંચ અને આચાર્ય સાથે સંવાદ સાધ્યો હતો. તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત પીપળવા પ્રાથમિક શાળા ખાતે બાલવાટીકા વર્ગ અને પ્રજ્ઞા વર્ગના નવનિર્મિત ઓરડાનું લોકાર્પણ કર્યું હતું અને શાળામાં આવેલ પુસ્તકાલય, ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
પીપળવા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી-૫, બાલવાટિકા-૧૭ અને ધોરણ-૧માં ૨૫ બાળકોને શૈક્ષણિક કિટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે નાયબ સચિવશ્રીએ તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતું.
આ અવસરે ગામના સરપંચ શ્રી પાનીબેન ચાવડા, ઉપસરપંચ શ્રી ઉકાભાઈ ચાંડેરા, સુગર ફેક્ટરી તાલાલાના ચેરમેન શ્રી ભીમસીભાઈ બામરોટીયા, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, એસએમસીના અધ્યક્ષ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.