બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે કાયદાકીય શિબિર યોજાય
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
આશાબેહનો સાથે જિલ્લા કલેકટર જીન્સી રોય મેડમ જિલ્લા મહિલા બાળઅધિકારી ઇજાજ મંનશુરી જિલ્લા પોલીસ વડા કે એફ બલોલીયા સાહેબ માર્ગદર્શન તેમજ સીડીએચઓ ધોળકિયા મેડમ ની દેખરેખ હેઠળ મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા જિલ્લા તાલીમ ટીમ ના ડો. કિરીટ સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવા મા આવેલ જેમાં તારીખ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી લિંગ આધારિત હિંસા નાબુદી અભિયાનહેઠળ જાગૃતિ કાર્યક્રમ ના અનુસંધાને કામકાજ ના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ 2013 અંગે કાર્યશાળા આયોજિત કરવા મા આવી. જેમાં સીડીએચઓ ધોળકિયા મેડમ દ્વારા મહિલાઓ ની તંદુરસ્તી અને પોષણ બાબતે માર્ગદર્શન આપ્યું. સ્ત્રીપુરુષ અસ્માનતાઓ બાબતે pbsc કાઉન્સેલર રીના વ્યાસ અને રિંકલ મકવાણા દ્વારા સમજ કરવામાં આવી.મહિલા પો સ્ટે ના ઇન્ચાર્જ થાણા અધિકારી એ.ડી વ્યાસ દ્વારા મહિલા સુરક્ષા અને મહિલાઓને લગતા કાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું મહિલા પો સ્ટે શી ટીમ સાયબર સેફટી વિશે સુરપાલસિંહ એ માહિતી આપી osc મા આશ્રય તબીબી સહાય પરામર્ષ કાયદાકીય મદદ મહિલાઓ ને મળી રહે એ વિશે ભાવના બેન મારુ દ્વારા માર્ગદર્શન આપ્યું તેમજ વ્હાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા પુનઃલગન વિધવા સહાય અને બીજી યોજનાકિય માહિતી મહિલા બાળ અધિકારી ની કચેરી dhew માંથી મહેશ ભાઈ સોલંકી એ આપી હતી 181 મહિલા અભિયમ વિશે કાઉન્સેલર રીટા બેન દ્વારા આપવામા આવી કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય સ્ત્રી પુરુષ સમાનતા વધે કામકાજ કરતી મહિલાઓ પોતાની સુરક્ષા માટે જાગૃત થાય અને જિલ્લામા તેમને મળતી યોજનાકિય અને સુરક્ષાને લઈ ને જે કઈ પણ મદદ મળે છે તેનાથી માહિતગાર કરવાનો છે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન pbsc કાઉન્સેલર દ્વારા કરવા મા આવેલ..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.