** મુળભુત સુવિધાઓ પૂર્ણ ના કરાતા આખરે દાહોદ દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેનુ કામ (૧૪ )ગામોના ખેડૂતોએ બંધ કરાવ્યુ/ તો બીજી તરફ એરપોર્ટના સર્વે મુદ્દે સ્થાનિક ખેડુતોમા પણ ભારે આક્રોશ**
(પ્રતિનિધી- સોહીલ ધડા ઝાલોદ )
**દાહોદ દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેનુ કામ ૧૪ ગામોના ખેડૂતોએ બંધ કરાવ્યુ/ તો બીજી તરફ એરપોર્ટના સર્વે મુદ્દે સ્થાનિક ખેડુતોમા પણ ભારે આક્રોશ**
છેલ્લા ઘણા સમયથી દાહોદ ખાતે ચાલતા ભારત માળા દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરીમા ખેડુતોની જમીન સંપાદન થયેલ હતી તે બાબતે ખેડુતોને મુળભુત સુવિધાઓ પુર્ણ સર્વે કરવા અનેકો વાર ઝાલોદ પ્રાંત ઓફિસર ખાતે લેખિત રજૂઆતો કરવામા આવેલ હતી છતાય પ્રશાશન દ્વારા ખેડુતોના હિતમા યોગ્ય નિર્ણય લેવામા ના આવતા આખરે આજરોજ નકકી કરેલ ચોક્કસ સમયે ૩ ડિસેમ્બના રોજ ( ૧૪ ) ગામોના ખેડુતોએ એકઠા થઈ સહપરિવાર સાથે હાઈવેનું કામ કામ બંધ કરાવો આંદોલન છેડવામા આવ્યુ હતુ જે અનુસંધાને કામ બંધ કરો મુહિમ છંછેડામા આવી હતી જેમા ખેડુતોએ મોટી સંખ્યામા હિસ્સો લઈ કામ રોકાવી પોતાને સુવિધાઓ પુર્ણ પાડો તેવી ઉગ્ર માંગ કરી હતી તો બીજી તરફ એરપોર્ટ જમીન સર્વે બાબતે પણ ખેડુતો લડી લેવાના મુડમા જણાય આવે છે ....ત્યારે હાઈવે બંધની ચિમકારના પગલે મોટી સંખ્યામા પોલીસ કાફલો સ્થળ ઉપર ખડકી દેવાયો હતો અને ખેડુતોને હાઈવે કામગીરી ચાલુ કરવા દેવા અનેક સમજણ બાદ પણ ખેડુતોએ મકકતા સાથે લડત લડતા આખરે પ્રાંન્ત ઓફિસર સ્થળ ઉપર પહોંચીને ખેડુતોને ( ૫ )ડિસેમ્બરના રોજ સર્વે કરવાનુ આશ્વાસન પુર્ણ પાડતા આખરે ખેડુતોએ સહકાર આપ્યો હતો ,જો આવનાર સમયમા મુળભુત સુવિધાઓ અને માગો પુર્ણ કરવામા નહી આવે તો ફરીથી કામ રોકો આંદોલન કરવામા આવશે તેવી ખેડુત આગેવાન મૂકેશ ડાંગી ચીમકી પણ ઉચ્ચારી હતી....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.