આપણી ગુજરાતીમાં કહેવત છે આગ લાગે એટલે કુવો ખોદવા બેશે આ કહેવત સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને ફીટ બેસી રહી છે - At This Time

આપણી ગુજરાતીમાં કહેવત છે આગ લાગે એટલે કુવો ખોદવા બેશે આ કહેવત સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને ફીટ બેસી રહી છે


રિપોર્ટર સદ્દામ મનસુરી
આપણી ગુજરાતીમાં કહેવત છે આગ લાગે એટલે કુવો ખોદવા બેશે આ કહેવત સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને ફીટ બેસી રહી છે. શરુઆતમાં ફાયર સેફ્ટી મુદ્દે કાળજાળ ગરમીમાં કર્મચારીઓને દોડાવ્યા અને હવે છેલ્લા ૨ દિવસથી વિગતો આપવાનું બંધ કરી દેવામા આવ્યુ છે. ઉત્તર થી દક્ષિણ સુધી સલામતીનાં ધજીયાં ઉડતાં હોય તેવાં દ્રશ્યો તપાસ દરમ્યાન આવ્યા પછી તંત્ર સાબદુ બની ગયું છે. ઉત્તર થી દક્ષિણ ઠેર ઠેર છૂપું મોત દેખાઈ રહ્યું એક્સપ્લોઝીવના ગોડાઉનો પણ હવે જિલ્લામાં ગમે ત્યારે લાક્ષાગૃહ બનવાની તૈયારીમાં છે. એ તો ખરુ જ પણ સરકારી યોજનાના ગરીબ દર્દીઓને લાભ આપતી અનેક હોસ્પિટલો, સ્કુલો, ટયુશન ક્લાસો વગેરેમાં પણ ફાયર સેફ્ટી ના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, તલોદ, પ્રાંતિજ,વડાલી, ખેડબ્રહ્મા જેવા  શહેરી વિસ્તાર ઉપરાંત અન્ય તાલુકા મથકોમાં કેટલીય હોસ્પિટલો, સ્કુલ, કોચિંગક્લાસ, ફ્લેટ, મોલ વગેરેમાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ચીફ ઓફીસરોએ જવાબ આપવાનું ટાળ્યું છે. જિલ્લાના નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટી મુદ્દે થયેલી તપાસ, કેટલા બિલ્ડીંગોમાં તપાસ પછી નોટિસ આપવાની તજવીજ તેની જાણકારી મેળવવા પ્રયાસ કરતાં મોટાભાગના ચીફ ઓફીસરોએ જવાબ આપવાનું યેનકેન પ્રકારે ટાળી દીધું હતું.અને અનેક મોટા માથાઓના બિલ્ડીંગ મા ફાયર સેફટી નો અભાવ હોવા છતા તેમને બચાવામા આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.