સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગરના ડી.જે. સંચાલકો સાથે સંતરામપુર ના પોલીસ ઇન્સ્પેકટર .કે કે ડિંડોરના અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ.
સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગરના ડી.જે. સંચાલકો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે 18 ફેબ્રુઆરી 2024 ના સાંજના 06 કલાકે ડી.જે. સંચાલકોની સાથે એક બેઠક યોજાઇ હતી..જેમાં આ મીટીંગ સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર . કે.કે. ડિંડોરે જરૂરી તમામ ડી.જે.સંચાલકોને જણાવ્યું હતું કે તમારે બધાએ સરકાર ના નિયમો મુજબ રાતે 11 વાગ્યા પછી ડી.જે. વગાડવું નહીં અને સાથે રાત્રીના સમયે સિટીમાં ડીજે. સાઉન્ડ નાં વોલ્યુમ સરકાર ના નિયમો મુજબ રાખવા તથા સિટીમાં ડી.જે. કાઢો તો સરકાર ના નિયમો મુજબ સક્ષમ અધિકારી ની કાયદેસરની પરમિશન લઈને કાઢવું તેમ જણાવ્યુ હતુ.
અને વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ડી.જે. સંચાલક આ બાબતનો નિયમ નો ભંગ કરશે અને અમારા જાણમાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેની નોંધ લેવી તેવી જરૂરી સુચના આપવામાં આવેલ હતી.
જેમાં આવેલ ડી.જે. સંચાલકો એ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ મીટિંગ માં સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર .કે.કે. ડિંડોર સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. વરિયા તથા કરશન માલીવાડ તેમજ સંતરામપુર નગરને તાલુકાના તાલુકાના ડી.જે. સંચાલકો હાજર રહ્યા હતા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.