રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે બોટાદ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો - At This Time

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે બોટાદ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો


રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે બોટાદ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

આજરોજ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે એમની કર્મભૂમિ બોટાદ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારી હાઈસ્કૂલ પાસે સ્થિત શ્રી મેઘાણીની પ્રતિમાને બોટાદ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પરમાર, વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ સહિતના અધિકારીઓના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિ કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ શ્રી મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.