જિલ્લા પંચાયત અમરેલીની ચાવંડ સીટ પર સર્વરોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન - At This Time

જિલ્લા પંચાયત અમરેલીની ચાવંડ સીટ પર સર્વરોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન


જિલ્લા પંચાયત અમરેલીની ચાવંડ સીટ પર
સર્વરોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન

અમરેલી જિલ્લા પંચાયત અમરેલીની ચાવંડ સીટ પર સર્વરોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન આજ રોજ તા.૧૫/૦૭/૨૦૨૪ નાં જિલ્લા પંચાયત અમરેલી દ્વારા તેમની સીટ ચાવડ ખાતે શ્રી કાણકીવા મહેતા હાઇસ્કુલ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવડ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લા જાહેર આરોગ્ય સમિતિ -અમરેલીનાં પૂર્વ ચેરમેન જીતુભાઇ બી. ડેર નાં વરદહસ્તે દિપ પ્રાગટય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧પ જેટલા દર્દીઓ એ ભાગ લીધો હતો. જેમાં તાવ. શરદી, ઉપરસ અને અન્ય રોગીનો દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમ જ નવા આધાર કાર્ડ તેમ જ આયુષ્યમાન કાર્ડ અને બપડેશન માટે લાભાર્થીઓ લાભ લીધો હતો. કેન્દ્રના મે.ઓ શ્રી ડો. મુકેશસિંહ સાહેબ પાસ ચોમાસાની ઋતુ અંતર્ગત થતાં રોગો તેમ જ તેને અટકાવવાના ઉપાયોની વિશેષ ચર્ચા કરી હતી. આ આરોગ્ય કાર્યક્રમમાં ચાવંડ ગામના સરપંચ કપીલભાઈ બારડેર, તાલુકા પંચાયત લાઠી ના પ્રમુખ શકેશભાઇ કે.સોરઠીયર, પા.બા.કે.ચાવડનાં મેડીકલ ઓફીસર કૉ.મુકેશસિંહ આયુષ મેડીકલ ઓફીસર શ્રી જાનકીબેન જોષી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી રીખા સાહેબ આયુર્વેદીક દવાખાનાના મેડીકલ ઓફિસર સોલંકી આઇ.સી.ડી.એસ વિભાગ લાઠીનાં સુપરવાઇજર શ્રી કાશ્મીરાબેન ભટ્ટ. હાઇસ્કુલના આચાર્ય કેતનભાઇ મહેતા, મ.શિ પરેશભાઇ રાવળ, પ્રવિણભાઈ નાયકા, કિશોરભાઇ ડેર, પ્રા.આ.કે.ચાર્યડની ટીમ માં મેઇલ સુપરવાઈઝર સંવતભાઈ એમ.ગાગીયા, ફીમેલ સુપરવાઈઝર માલતીબેન આર.ખંભોળીયા, કામર્મા, પ્રતિકભાઇ સેજપાલ, લેબ ટેક શ્રી શીતલબેન મુંદડીયા, સી.એચ.ઓ પ્રભાતભાઇ બાંભવા, મ.પ.હે.વ મનોજભાઇ બારેયા. આશા કે વર્ષાબેન કનાળા, ફી.હે.વ મનિષાબેન પરમાર, આશા બહેનોમાં ભાવુબેન ગોલીતર. નઝમાબેન વિદ્યદ. વૈશાલીબેન બંધિયા અને ડ્રાઇવરમાં જયસુખભાઈ યાદવ તમામ લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image